Home State Gujarat Shocking Theft In Surat Bank: કોસંબાની SBI બેંકમાં ચોરીની લાઈવ કરતૂત, યુવતી...

Shocking Theft In Surat Bank: કોસંબાની SBI બેંકમાં ચોરીની લાઈવ કરતૂત, યુવતી નજર ચૂકવી વૃદ્ધ ૧૦ હજાર રોકડા ભરેલું પર્સ સરકાવી ગયો

0
163
Shocking Theft In Surat Bank
Shocking Theft In Surat Bank

Shocking Theft In Surat Bank: સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાંથી બેંકની અંદર ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોસંબા ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની બ્રાન્ચમાં એક શાતિર વૃદ્ધે નજર ચૂકવીને એક યુવતીના પર્સની ચોરી કરી લીધી હતી. આ સમગ્ર ઘટના બેંકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. યુવતી પોતાની બેગ ટેબલ પર મૂકીને કાઉન્ટર પર ગઈ, બસ આ થોડી સેકન્ડોની બેદરકારીનો લાભ ઉઠાવીને વૃદ્ધે હાથફેરો કરી લીધો હતો.

Shocking Theft In Surat Bank

Shocking Theft In Surat Bank: ટેબલ પર બેગ મૂકવી ભારે પડી

મળતી માહિતી મુજબ, એક યુવતી પોતાના અંગત કામ અર્થે કોસંબાની SBI બેંકમાં આવી હતી. બેંકની અંદર કામકાજ દરમિયાન તેણે પોતાની બેગ ત્યાં નજીકમાં રાખેલા એક ટેબલ ઉપર મૂકી દીધી હતી. બેગ ટેબલ પર મૂક્યા બાદ યુવતી પોતાનું કામ પતાવવા માટે બેંકના કાઉન્ટર તરફ ગઈ હતી. યુવતીનું ધ્યાન કાઉન્ટર પર હતું, ત્યારે જ ત્યાં હાજર એક વૃદ્ધની નજર આ બેગ પર પડી હતી.

Shocking Theft In Surat Bank: સોફા પર બેઠેલા વૃદ્ધની શાતિર ચાલ

બેંકના ટેબલની બિલકુલ નજીક આવેલા સોફા પર એક વૃદ્ધ બેઠો હતો. યુવતીને કાઉન્ટર પર વ્યસ્ત જોઈને આ વૃદ્ધે ચોરીનો પ્લાન બનાવ્યો. તેણે આજુબાજુ નજર દોડાવીને કોઈ જોઈ રહ્યું નથી તેની ખાતરી કરી અને સોફા પર બેઠા-બેઠા જ ટેબલ પર રાખેલી યુવતીની બેગની ચેઈન ખોલી નાખી હતી. વૃદ્ધે અત્યંત શાતિરતાથી બેગની અંદર હાથ નાખી તેમાંથી કિંમતી પર્સ બહાર કાઢી લીધું હતું અને પર્સ પોતાના ખિસ્સામાં સરકાવીને બેંકમાંથી રફુચક્કર થઈ ગયો હતો.

યુવતી કામ પતાવીને પરત આવી ત્યારે બેગ ખુલ્લી હતી અને અંદરથી પર્સ ગાયબ હતું. આજુબાજુ પૂછપરછ કરવા છતાં કોઈ ભાળ મળી ન હતી.

Shocking Theft In Surat Bank: રોકડા ૧૦ હજાર અને દસ્તાવેજો ચોરાયા

ભોગ બનનાર યુવતી જ્યારે કાઉન્ટર પરથી પરત ફરી ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ હતી. બેગમાં તપાસ કરતા માલુમ પડ્યું કે તેનું પર્સ ગાયબ હતું. આ પર્સમાં ૧૦,૦૦૦ રૂપિયાની રોકડ રકમ તેમજ યુવતીના અત્યંત મહત્વના અને જરૂરી સરકારી દસ્તાવેજો (ડોક્યુમેન્ટ્સ) હતા. પર્સ ન મળતા બેંકમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Shocking Theft In Surat Bank: CCTV એ ખોલી વૃદ્ધની પોલ, પોલીસ તપાસ શરૂ

પર્સ ચોરી થયાની શંકા જતા તાત્કાલિક બેંક મેનેજમેન્ટને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બેંકમાં લાગેલા સીસીટીવી (CCTV) ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. સીસીટીવી જોતા જ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. ફૂટેજમાં સોફા પર બેઠેલો વૃદ્ધ ચોરી કરતો સ્પષ્ટપણે નજરે પડ્યો હતો. ધોળા વાળ ધરાવતા આ વૃદ્ધે જે રીતે આખી ચોરીને અંજામ આપ્યો તે જોઈને બેંકના કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા.

આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવતી દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોસંબા પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ‘સફેદ વાળ વાળા’ શાતિર ચોર વૃદ્ધને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ: દેશના ૧૬ રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી, વલસાડમાં ભારે પવન સાથે વરસાદ; અમદાવાદ ૪૨ ડિગ્રી સાથે સૌથી ગરમ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે