Monsoon Update: સમગ્ર દેશમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને અત્યાર સુધીમાં ૧૬ રાજ્યોમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. આ દરમિયાન ગુજરાતમાં પણ ચોમાસાના આગમનની આતુરતા વચ્ચે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ અમદાવાદ સહિતના શહેરોમાં અસહ્ય ઉકળાટ અને ગરમીનો પ્રકોપ યથાવત છે.
Monsoon Update: વલસાડના ઉમરગામમાં ભારે પવન સાથે વરસાદ

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આજે હવામાન પલટાયું હતું. વલસાડના ઉમરગામ ખાતે ભારે પવન ફૂંકાવા સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું, જેના કારણે સ્થાનિક લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
Monsoon Update: અમદાવાદ ૪૨ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર
ચોમાસાના એંધાણ વચ્ચે પણ આગામી બે દિવસ સુધી રાજ્યમાં ગરમીનો પારો યથાવત રહેવાની શક્યતા છે. હાલમાં ૪૨ ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. અસહ્ય ગરમી અને બફારાને કારણે નાગરિકો તોબા પોકારી ઉઠ્યા છે.
૧૩ જૂનથી જામશે વિધિવત વરસાદી માહોલ: હવામાન વિભાગ
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે. દાસના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી ૭ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની શક્યતા છે. રાજ્યમાં આગામી ૧૩ જૂનથી વિધિવત રીતે ચોમાસાનો માહોલ જામશે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે ખાસ આગાહી જાહેર કરવામાં આવી છે:
- ૧૦ થી ૧૬ જૂન: દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી.
- ૧૪ થી ૧૬ જૂન: સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં પણ મેઘરાજાની એન્ટ્રી થવાની શક્યતા.
આ પણ વાંચો :અમદાવાદના વિશાલા મેટ્રો ડેપો પાસે ભીષણ આગ, ૨૦૦ જેટલા ઝૂંપડા બળીને ખાખ; ફાયર બ્રિગેડની ૮ ગાડીઓ ઘટનાસ્થળે




