Home Politics Shashi Tharoor : રાષ્ટ્ર સર્વોચ્ચ છે અને પક્ષો દેશને વધુ સારો બનાવવાનું...

Shashi Tharoor : રાષ્ટ્ર સર્વોચ્ચ છે અને પક્ષો દેશને વધુ સારો બનાવવાનું એક માધ્યમ છે#ShashiTharoor, #Congress, #CWC, #IndianPolitics

0
440

Shashi Tharoor : શશિ થરૂરનું વિધાન: રાષ્ટ્ર પ્રથમ, પક્ષ બાદમાં

Shashi Tharoor : કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ના સભ્ય શશિ થરૂર (Shashi Tharoor) એ કહ્યું કે, રાષ્ટ્ર સર્વોચ્ચ છે અને પક્ષો દેશને વધુ સારો બનાવવાનું એક માધ્યમ છે. તિરુવનંતપુરમના સાંસદ (Thiruvananthapuram MP) શશિ થરૂરે એ પણ કહ્યું કે, તેઓ દેશના સશસ્ત્ર દળો અને સરકારને ટેકો આપવાના તેમના વલણને યથાવત રહેશે કારણ કે મારું માનવું છે કે આ વલણ દેશ માટે યોગ્ય છે.

Shashi Tharoor

Shashi Tharoor : પક્ષોની ભૂમિકા અંગે કરી સ્પષ્ટતા

શશી થરૂર (Shashi Tharoor) એક કાર્યક્રમમાં ‘શાંતિ, સંવાદિતા અને રાષ્ટ્રીય વિકાસ’ વિષય પર એક ખાનગી કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, દેશને ઉન્નત કરવામાં રાજકીય પક્ષો કેવી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમણે પોતાના વલણ પર પણ પ્રકાશ પાડ્યો હતો. શશી થરૂરે આગળ કહ્યું કે, જેમ તમે જાણો છો તે પ્રમાણે ઘણા લોકોએ મારા વલણની ખૂબ ટીકા કરી છે, કારણ કે તાજેતરમાં જે બન્યું તે પછી મેં સશસ્ત્ર દળો અને આપણી સરકારને ટેકો આપ્યો છે.

જો કે હું મારું આ વલણ યથાવત રાખીશ કારણ કે આ વલણ દેશ માટે યોગ્ય છે. તેમણે આગળ કહ્યું કે, જ્યારે હું ભારતની વાત કરું છું, ત્યારે હું બધા ભારતીયોની વાત કરું છું, ફક્ત તે લોકો વિશે નહિ જેઓ મારા પક્ષને પસંદ કરે છે..

Shashi Tharoor : જો ભારત મરી જશે, તો કોણ બચશે?

શશી થરૂરે ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ (Jawaharlal Nehru) ની પંક્તિઓ ટાંકીને કહ્યું કે, જો ભારત મરી જશે, તો કોણ બચશે? અને તેમણે તમામ પક્ષોના નેતાઓ અને લોકોને અપીલ કરી કે જ્યારે દેશ જોખમમાં હોય ત્યારે મતભેદોને બાજુ પર રાખે. શશી થરૂરે આગળ કહ્યું કે, કમનસીબે, કોઈપણ લોકશાહીમાં, રાજકારણ સ્પર્ધા પર આધારિત હોય છે પરિણામે, જ્યારે મારા જેવા લોકો કહે છે કે અમે અમારા પક્ષોનો આદર કરીએ છીએ અમારા કેટલાક મૂલ્યો અને માન્યતાઓ છે જે અમને અમારા પક્ષોમાં રાખે છે, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં અમારે અન્ય પક્ષો સાથે સહયોગ કરવાની જરૂર છે. ત્યારે ક્યારેક પક્ષોને લાગે છે કે આ તેમના પ્રત્યે વિશ્વાસઘાત છે અને તે એક મોટી સમસ્યા બની જાય છે.

Shashi Tharoor : સમાવેશી વિકાસ મારો મંત્ર

જ્યારે શશિ થરૂરને પૂછવામાં આવ્યું કે શું તેમને કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે કોઈ સમસ્યા છે ? ત્યારે તેમણે કહ્યું કે, તેઓ અહીં કોઈ રાજકારણ કે સમસ્યા પર ચર્ચા કરવા આવ્યા નથી. શશિ થરૂરે કહ્યું કે, હું 2 ભાષણો આપવા આવ્યો છું, બંને એવા વિષયો પર કે જેનો મને આશા છે કે જનતા આદર કરશે. પહેલું ભાષણ વિકાસ, વ્યવસાયોની ભૂમિકા અને શાંતિ અને સંવાદિતા પર જ્યારે બીજું ભાષણ મુખ્યત્વે સાંપ્રદાયિક સંવાદિતા પર છે. રાજકારણમાં મારા 16 વર્ષ દરમિયાન સમાવેશી વિકાસ મારો મંત્ર રહ્યો છે અને હું સમાવેશીતા અને વિકાસમાં વિશ્વાસ રાખું છું. હું રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રીય હિતમાં પણ વિશ્વાસ રાખું છું.

Shashi Tharoor
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે


: Shashi Tharoor : રાષ્ટ્ર સર્વોચ્ચ છે અને પક્ષો દેશને વધુ સારો બનાવવાનું એક માધ્યમ છે#ShashiTharoor, #Congress, #CWC, #IndianPolitics


રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે