Home Desh Rajya Sabha Polls: 26માંથી 14 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા, ભાજપને 10...

Rajya Sabha Polls: 26માંથી 14 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા, ભાજપને 10 અને કોંગ્રેસને 4 બેઠકો મળી

0
514

Rajya Sabha Polls: દેશમાં યોજાઈ રહેલી રાજ્યસભાની ચૂંટણીમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. કુલ 26 બેઠકોમાંથી 14 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, કારણ કે તેમની સામે અન્ય કોઈ વિપક્ષી ઉમેદવારે દાવેદારી નોંધાવી નહોતી. બિનહરીફ જીતેલા આ 14 ઉમેદવારોમાંથી ભાજપના 10 અને કોંગ્રેસના 4 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

Rajya Sabha Polls

Rajya Sabha Polls: મલ્લિકાર્જુન ખડગે અને પવન ખેડા બિનહરીફ વિજેતા

આ ચૂંટણીમાં બિનહરીફ જીતનારા અગ્રણી નેતાઓમાં કર્ણાટકથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મીડિયા તથા પ્રચાર પ્રમુખ પવન ખેડા સામેલ છે.

Rajya Sabha Polls: રાજ્યવાર પરિણામો પર એક નજર:

  • ગુજરાત: ગુજરાતની તમામ 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. અગાઉ અહીં 3 બેઠકો ભાજપ અને 1 કોંગ્રેસ પાસે હતી, જે હવે તમામ ભાજપના ખાતામાં ગઈ છે.
  • રાજસ્થાન: અહીંની 3 બેઠકોમાંથી ભાજપના સતીશ પૂનિયા અને અલકા ગુર્જર તેમજ કોંગ્રેસના નીરજ ડાંગી બિનહરીફ ચૂંટાયા છે. (ભાજપ-2, કોંગ્રેસ-1)
  • મધ્ય પ્રદેશ: ભાજપના રજનીશ અગ્રવાલ, તરુણ ચુઘ અને મહેશ કેવટે જીત મેળવી છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ફોર્મ રદ થતાં મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેની સુનાવણી શુક્રવારે થશે.
  • કર્ણાટક: કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરતા 3 બેઠકો જીતી લીધી છે, જ્યારે NDAને માત્ર 1 બેઠક મળી છે.

Rajya Sabha Polls: 12 બેઠકો માટે 18 જૂને થશે મતદાન

BJP national general secretary Tarun Chugh (right), with his election certificate, shows a victory sign after being declared elected unopposed in the Madhya Pradesh Legislative Council (Rajya Sabha) biennial election 2026 results, in Bhopal on June 11, 2026. Newly elected BJP MLCs Rajnish Agrawal (C) and Mahesh Kevat also present.

બાકી રહેલી 12 બેઠકો માટે આગામી 18 જૂને મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં આંધ્રપ્રદેશની 4, ઝારખંડની 2 અને મણિપુર, મેઘાલય, અરુણાચલ, મિઝોરમ, મહારાષ્ટ્ર તેમજ તમિલનાડુની 1-1 બેઠકનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને 1, ભાજપને 8, JMMને 2 અને TVKને 1 બેઠક મળવાનું અનુમાન છે.

રાજ્યસભામાં હાલનું સંખ્યાબળ:

કુલ 245 સભ્યોવાળી રાજ્યસભામાં હાલ NDA પાસે 147 સાંસદો છે, જ્યારે વિપક્ષ પાસે 67 અને બિન-ગઠબંધનવાળા પ્રાદેશિક પક્ષો પાસે 28 સાંસદોનું સંખ્યાબળ છે.

અન્ય રાજ્યોમાં શક્તિપ્રદર્શન અને સમીકરણો:

  • આંધ્ર પ્રદેશ (4 બેઠકો): હાલ અહીં YSRCP પાસે 3 અને TDP પાસે 1 બેઠક છે, પરંતુ બદલાયેલા સમીકરણો મુજબ હવે NDA ચારેય બેઠકો જીતી શકે છે.
  • ઝારખંડ (2 બેઠકો): આ બંને બેઠકો JMM-કોંગ્રેસ ગઠબંધન (INDIA) ના ખાતામાં જઈ શકે છે. જોકે, ભાજપ પાસે 21 ધારાસભ્યો હોવાથી જો ક્રોસ વોટિંગ થાય તો ભાજપ 1 બેઠક આંચકી શકે છે.
  • મહારાષ્ટ્ર અને તમિલનાડુ (પેટાચૂંટણી): મહારાષ્ટ્રમાં NCPના સુનેત્રા પવાર અને તમિલનાડુમાં AIADMKના સીવી ષણમુગમના રાજીનામાથી ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી થશે. મહારાષ્ટ્રની બેઠક NDAને જ્યારે તમિલનાડુની બેઠક કોંગ્રેસના સમર્થનવાળી TVK પાર્ટીને મળી શકે છે.
  • પૂર્વોત્તર રાજ્યો: મણિપુર અને અરુણાચલ પ્રદેશની બંને બેઠકો ફરી ભાજપના ખાતામાં જાય તેવા પૂરા સંકેત છે. મેઘાલયમાં NDA સહયોગી પક્ષ NPP પોતાની બેઠક બચાવી શકે છે, જ્યારે મિઝોરમમાં MNFની બેઠક ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ જીતી શકે છે.

આ પણ વાંચો :તાપી સાયબર ક્રાઈમનું મોટું ઓપરેશન ‘મ્યુલ હંટ 2.0’ અંતર્ગત વ્યારામાંથી કરોડોના કૌભાંડનો આરોપી ઝડપાયો!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે