Home State Gujarat Tapi Cyber Crime Mega Crackdown: તાપી સાયબર ક્રાઈમનું મોટું ઓપરેશન ‘મ્યુલ હંટ...

Tapi Cyber Crime Mega Crackdown: તાપી સાયબર ક્રાઈમનું મોટું ઓપરેશન ‘મ્યુલ હંટ 2.0’ અંતર્ગત વ્યારામાંથી કરોડોના કૌભાંડનો આરોપી ઝડપાયો!

0
89
Tapi Cyber Crime Mega Crackdown
Tapi Cyber Crime Mega Crackdown

Tapi Cyber Crime Mega Crackdown: તાપી સાયબર ક્રાઈમની ટીમને એક બહુ મોટી સફળતા મળી છે. પોલીસના ખાસ ઓપરેશન ‘મ્યુલ હંટ 2.0’ (Operation Mule Hunt 2.0) અંતર્ગત વ્યારામાંથી સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરનાર એક મુખ્ય આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. આ સમગ્ર નેટવર્કનો વ્યાપ દેશભરમાં ફેલાયેલો હોવાનું સામે આવ્યું છે.

Tapi Cyber Crime Mega Crackdown: આરોપીની ઓળખ:

  • નામ: આકાશ કુમાવત
  • રહેવાસી: દાદરી ફળીયું, વ્યારા (તાપી)

બેંક ખાતામાંથી કરોડોના વ્યવહારોનો ખુલાસો:

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી આકાશ કુમાવતના અલગ-અલગ બેંક ખાતાઓમાંથી ₹5.12 કરોડથી વધુ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે, જે સાયબર ફ્રોડ દ્વારા મેળવવામાં આવ્યા હતા.

Tapi Cyber Crime Mega Crackdown: 10% કમિશનની લાલચમાં ખોલાવતો હતો ખાતા:

Tapi Cyber Crime Mega Crackdown

આરોપી આકાશ કમિશનની લાલચમાં આ આખી ગેંગ સાથે જોડાયો હતો. તે અલગ-અલગ બેંકોમાં પોતાના નામના ખાતા ખોલાવતો અને સાયબર ઠગાઈના પૈસા પોતાના ખાતામાં મંગાવી, 10 ટકા કમિશન રાખીને બાકીના નાણાં સગેવગે કરી આપવાનું કામ કરતો હતો.

Tapi Cyber Crime Mega Crackdown: દેશભરમાં 65 ગુનાઓ સાથે કનેક્શન:

આ નેટવર્ક કેટલું મોટું છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, તપાસ દરમિયાન દેશભરમાંથી નોંધાયેલી 65 જેટલી સાયબર ફરિયાદોના તાર આ કૌભાંડ સાથે જોડાયા છે. આ ફરિયાદોમાં કુલ ₹12.75 કરોડથી વધુની ઓનલાઇન ઠગાઈ થઈ હોવાનું સપાટી પર આવ્યું છે.

પોલીસની કડક કાર્યવાહી:

તાપી પોલીસે આ મામલે અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓ સામે ગુનો નોંધી લીધો છે. પકડાયેલા આરોપી આકાશ કુમાવતની સઘન પૂછપરછ ચાલી રહી છે, જેના આધારે આ રેકેટમાં સામેલ અન્ય ચાર સાગરીતોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: જેતપુર-જૂનાગઢ હાઈવે પર હૃદયદ્રાવક અકસ્માત એક GRD જવાનનું મોત, અન્ય એક ગંભીર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે