Home Desh Sanand Semiconductor Hub: ‘સુનતે હો ના બિનોદ… કામ બોલતા હૈ’: સાણંદમાં CG...

Sanand Semiconductor Hub: ‘સુનતે હો ના બિનોદ… કામ બોલતા હૈ’: સાણંદમાં CG સેમિ. પ્લાન્ટનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન, વર્ષે બનશે ૫ અબજ ચિપ્સ

0
127
Sanand Semiconductor Hub
Sanand Semiconductor Hub

Sanand Semiconductor Hub: ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં આજે એક ઐતિહાસિક સિદ્ધિ હાસિલ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (૪ જુલાઈ) સાણંદ ખાતે રૂ. ૭,૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા CG સેમિ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) પ્લાન્ટમાં ચીપ ઉત્પાદનનો ભવ્ય શુભારંભ કરાવ્યો છે. આ પ્રસંગે પીએમ મોદીએ પોતાના અનોખા અંદાજમાં વન-લાઇનર આપતા કહ્યું કે, “સુનતે હો ના બિનોદ… કામ બોલતા હૈ, કામ બોલે છે!” ભારતના સેમિકન્ડક્ટર મિશન હેઠળ માત્ર ૪ મહિનામાં જ આ ત્રીજા મોટા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Sanand Semiconductor Hub: વાર્ષિક ૫ અબજ સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવાની ક્ષમતા

Sanand Semiconductor Hub

સાણંદમાં શરૂ થયેલો આ પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થયા બાદ વાર્ષિક ૫ અબજ (૫૦૦ કરોડ) સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને હાઇ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગના યુગમાં મેમરી અને સ્ટોરેજ સોલ્યુશન્સ માટેની વૈશ્વિક માંગને પૂરી કરવામાં આ પ્લાન્ટ ગેમ-ચેન્જર સાબિત થશે. વધુમાં, CG સેમિનો બીજો એક પ્લાન્ટ પણ પ્રગતિમાં છે, જે બંને મળીને દિવસની ૧.૫ કરોડ ચિપ્સનું નિર્માણ કરશે.

Sanand Semiconductor Hub: જાપાન અને થાઈલેન્ડ સાથે વૈશ્વિક ભાગીદારી

રૂ. ૭,૬૦૦ કરોડના ખર્ચે સ્થપાયેલી આ સુવિધા ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ મંજૂર કરાયેલા પ્રથમ ચાર પ્રોજેક્ટ્સમાંથી એક છે. તે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ્સ ઓફ ઇન્ડિયા (CG પાવર) ની સબસિડરી કંપની છે, જેમાં જાપાનની રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ અને થાઈલેન્ડની સ્ટાર માઈક્રોઇલેક્ટ્રોનિક્સ સંયુક્ત ભાગીદાર (Joint Venture) તરીકે જોડાયેલી છે.

Sanand Semiconductor Hub: ૫,૦૦૦થી વધુ લોકોને મળશે રોજગારી

Sanand Semiconductor Hub

આ હાઇ-ટેક પ્લાન્ટ દ્વારા આગામી ૫ વર્ષમાં ૫,૦૦૦થી વધુ સીધી અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થશે. હાલમાં પ્લાન્ટમાં ૩૦૦થી વધુ સ્ટાફ કાર્યરત છે. અહીં ઓટોમોટિવ, સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ, 5G સાધનો અને આઇઓટી (IoT) ક્ષેત્ર માટે જરૂરી આધુનિક FC-BGA અને FC-CSP જેવી ચિપ્સનું એન્ડ-ટુ-એન્ડ ટેસ્ટિંગ અને પેકેજિંગ કરવામાં આવશે.

અમારું લક્ષ્ય માત્ર ફેક્ટરી સ્થાપવાનું નથી, આખી ઇકોસિસ્ટમ બનાવવાનું છે” – PM મોદી વડાપ્રધાને જણાવ્યું કે, ભારત હવે સેમિકન્ડક્ટરની આખી વેલ્યૂ ચેઇન પર ફોકસ કરી રહ્યું છે – જેમાં ડિઝાઇનિંગથી લઈને મશીન નિર્માણ અને લોજિસ્ટિક્સ સામેલ છે. ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ૨.૦’ આ જ દિશામાં લેવાયેલું મોટું પગલું છે, જેનાથી ભારત આ દાયકામાં ટેક ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ બનશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: બૌધાન ગામે વાવ્યા ખાડી પરનો ડાઇવર્ઝન માર્ગ ધોવાયો, ૩ તાલુકાનો સંપર્ક તૂટતા વાહનચાલકો પરેશાન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે