Rupala vs Kshatriya :  પરષોત્તમ રૂપાલા સામે રાજકોટમાં નોંધાઈ માનહાનીની ફરિયાદ, 15 એપ્રિલે સુનાવણી  

0
106
Rupala vs Kshatriya
Rupala vs Kshatriya

Rupala vs Kshatriya :   ભાજપના દિગ્ગજ નેતા અને રાજકોટ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની મુશ્કેલી વધી છે. રાજકોટમાં ક્ષત્રિય સમાજ વિશેના એક નિવેદનમાં કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ થતા ભાજપમાં સોપા પડી ગયો છે. રૂપાલાને રાજકોટમાંથી હટાવવા ક્ષત્રિય સમાજ માંગ કરી રહ્યો છે.રાજકોટની એક જાહેર સભામાં ભાજપ નેતા રૂપાલાએ એવું નિવેદન આપ્યું હતું કે અંગ્રેજોના સમયમાં મહારાજાઓએ રોટી બેટીના વ્યવહાર કર્યા હતા અને રૂખી સમાજે ભારે દમન સહન કર્યું હતું છતા ઝુક્યા નહોતા.

Rupala vs Kshatriya

Rupala vs Kshatriya :   આ નિવેદન પછી ભારે હોબાળો મચ્યો હતો અને રૂપાલાએ માફી પણ માંગી હતી. ગુરુવારે 90 જેટલા ક્ષત્રિય સંગઠનોની એક બેઠક મળી હતી. હવે કોંગ્રેસ નેતા આદિત્ય ગોહિલે  જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રૂપાલા સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરી છે. 15મી એપ્રિલે સુનાવણી થશે એમ જાણવા મળ્યું છે. ક્ષત્રિય સમાજે ચિમકી આપી છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, નહીં તો સમાજ ભાજપની વિરુદ્ધમાં વોટ કરશે.

Rupala vs Kshatriya

Rupala vs Kshatriyaરૂપાલાને બદલો, નહીં તો અમે વિરુદ્ધમાં મતદાન કરીશું

Rupala vs Kshatriya :   ભાજપના લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજકોટમાં આપેલું એક નિવેદન ભારે પડી રહ્યું છે. ક્ષત્રિય સમાજનો ગુસ્સો હજુ શાંત પડ્યો નથી. ગુરુવારે અમદાવાદમાં રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં પરષોત્તમ રૂપાલાનો બહિષ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સમાજે કહ્યું કે રૂપાલાને બદલો, નહીં તો અમે વિરુદ્ધમાં મતદાન કરીશું અને 2 લાખ લોકોનું સંમેલન યોજીને રાજકોટને કુરુક્ષેત્રમાં ફેરવી નાંખીશું.

Rupala vs Kshatriya :  ભાજપના રાજ્યસભા સાંસદ પરષોત્તમ રૂપાલાને આ વખતે પાર્ટીએ લોકસભા ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેના દિવસે ચૂંટણી થવાની છે અને બધી પાર્ટીઓ પ્રચારમાં મંડી પડી છે. સૌરાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના વધારે તેવર જોવા મળી રહ્યા છે. મોટાભાગના નેતાઓ અત્યારે સૌરાષ્ટ્રમાં જ ધામા નાંખી રહ્યા છે. ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ એક જાહેર સભામાં રાજપૂત સમાજ વિશે વિવાદીત નિવેદન કર્યું હતું જેનો ભારે હોબાળો મચી જતા આખરે રૂપાલાએ માફી માંગવી પડી હતી. બધા રાજકીય નેતાઓની હવે આ સ્ટાઇલ થઇ ગઇ છે. પહેલાં બેફામ બોલી દેવું અને હોબાળો થાય તો પછી માફી માંગી લેવાની.

Rupala vs Kshatriya

ભાજપે આ વખતે ગુજરાતના કદાવર નેતા રૂપાલાને રાજકોટથી ટિકિટ આપેલી છે. રૂપાલા રાજકોટમાં રૂખી સમાજના એક કાર્યક્રમમાં ગયા હતા. જ્યાં તેમણે રાજપૂત સમાજ વિશે ટીપ્પણી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો