KKRvsRCB : આજની મેચમાં કોનું પલડું છે ભારે ?  જાણો મેચ પહેલા મેદાનનો DNA   

0
222
KKRvsRCB
KKRvsRCB

KKRvsRCB: કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે શુક્રવારે સાંજે આઈપીએલ 2024 મહાજંગની 10 મી મેચ રમાશે. ત્યારે આ અહેવાલમાં જાણો બેંગાલુરુ સ્થિત એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ કોને ફાયદો કરાવશે?  પિચ રિપોર્ટ શું કહે છે અને મેચમાં હવામાન વિભાગની આગાહી શું કહે છે.

KKRvsRCB

KKRvsRCB: આઈપીએલ 2024 મહાજંગની આજે 10 મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. બેંગાલુરુ સ્થિત એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાનાર આ મેચમાં પિચ હાર્ડ છે કે સ્લો? આ પિચ પર પહેલી બેટીંગ કરવી ફાયદારુપ છે કે કેમ? આ સિઝનમાં અત્યાર સુધી યજમાન ટીમોને હોમ ગ્રાઉન્ડનો ફાયદો મળ્યો છે, આ મેચમાં શું થશે? સહિત તમામ વિગત માટે વાંચો અમારો ખાસ અહેવાલ.

KKRvsRCB: કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે સાંજે રમાનાર આ મેચ બંને ટીમો માટે મહત્વની છે. આ સિઝનમાં અત્યાર સુધી આ બંને ટીમો બે બે મેચ રમી ચૂક્યા છે અને એક એક મેચ જીત્યા છે. છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ભારે રસાકસી વચ્ચે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પંજાબ કિંગ્સને ચાર વિકેટથી માત આપી હતી.

KKRvsRCB: એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પિચ કેવી છે?

KKRvsRCB

બેંગાલુરુ સ્થિત એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ અંગે વાત કરીએ તો આ પિચ એકંદરે ફ્લેટ છે. જેથી આ પિચ બેટીંગ માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે. ફ્લેટ પિચને લીધે અહી મેચ હાઈસ્કોરિંગની બની શકે એમ છે. જોકે પિચ પર નવા બોલથી સીમ મૂવમેન્ટ મળી શકે એમ હોવાથી પેસર્સ માટે શરુઆતમાં વિકેટ મળવાની શક્યતાઓ વધી જાય છે. બાઉન્ડ્રી પણ એકંદરે નાની હોવાથી રન વધુ થવાની શક્યતા પણ નકારી શકાય એમ નથી.

KKRvsRCB: પહેલા બેટીંગ કરવી હિતાવહ

KKRvsRCB

ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર ટોસ જીતી પહેલા બેટીંગ કરવી હિતાવહ છે. અત્યાર સુધીની મેચના રેકોર્ડ મુજબ 60 ટકા મેચમાં પહેલા બેટીંગ કરનાર ટીમ જીતી છે. પહેલા બેટીંગ કરનાર ટીમનો સરેરાશ સ્કોર 198 રન જ્યારે બીજી બેટીંગ કરનાર ટીમનો સરેરાશ સ્કોર 191 છે. બીજી બેટીંગ વખતે પિચ થોડી રફ થતાં બેટીંગ કરવી મુશ્કેલ બને છે.  મેચમાં કોણ ટોસ પહેલા જીતશે તે મેચનું ભવિષ્ય નક્કી કરશે.  

KKRvsRCB:  બેંગાલુરુ હવામાન આગાહી

KKRvsRCB

બેંગાલુરુ હવામાન આગાહીની વાત કરીએ તો આજના દિવસ દરમિયાન અહીં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી જઇ શકે છે. આકાશ થોડું વાદળછાયું હશે પરંતુ વરસાદ થવાની શક્યતા નહિંવત છે. પવનની ઝડપ એકંદરે 6 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. હવામાન જોતાં મેચમાં વિક્ષેપ થવાના કોઇ સંકેત નથી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો