અંબાજીમાં રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે.

પ્રખ્યાત યાત્રાધામ અંબાજીની મુલાકત લેતા પહેલા આ સમાચાર અચૂક વાંચજો…ગબ્બર રોપ વે સેવા બંધ કરવાનો નિણર્ય કરવામાં આવ્યો છે, રોપ-વે સેવા ચાર દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મેઈન્ટેનન્સની કામગીરીના કારણે રોપ વે સેવા બંધ રાખવાનો નિણર્ય કરવામાં આવ્યો છે, ઓગસ્ટ મહિનાની બેથી પાંચ તારીખ સુધી ગબ્બર રોપ વે સેવા બંધ રહેશે. ત્યારે દર્શન કરવા આવનાર ભક્તોની સુરક્ષા અને સલામતીના પગલાને ધ્યાને રાખીને આ નિણર્ય ક્રમાં આવ્યો છે.
આપને એ પણ જાણવી દઈએ કે ભલે ગબ્બરમાં રોપ-વે સેવા બંધ હશે. પણ આપ પગથિયા ચઢીને માતાના દર્શન કરવા માટે જઈ શકો છો. મળતી માહિતી અનુસાર ગબ્બરમાં રોપ-વે સેવા આગામી છ ઓગસ્ટથી ફરી શરુ કરાશે. એટલે મેઈન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ સેવાઓ ફરી શરૂ થશે.

જગતજનની માં અંબાના દર્શનાર્થે રોજે હજારોની સંખ્યામાં ભક્તો પહોંચતા હોય છે, ત્યારે આ નિર્ણય અંગે ભક્તો પાસે માહિતી હોવી જરૂરી છે. મેઈન્ટેનન્સની કામગીરી ચાલતી હોવાના કારણે માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા માટે ભક્તોને પગથીયા ચડવાની ફરજ પડશે
આપને સાથે એ પણ જાણવી દઈએ કે જગતજનની માતા અંબાજીના ગબ્બર પર અખંડ જ્યોતના દર્શન કરવા માટે આ સુવિધા ઉપલ્બ્ધ કરાઈ છે. પરંતુ સમયાન્તરે રોપ વે સેવાને મેઈન્ટેનન્સ કરવા માટે બંધ કરવામાં આવે છે.
ત્યારે અનેક વખત મેઈન્ટેનન્સની કામગીરી માટે રોપવે સેવાને અમુક દિવસ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવતો હોય છે.