Home Dharma Holi Dhuleti 2026: 24 ફેબ્રુઆરીથી હોળાષ્ટકનો પ્રારંભ, ધૂળેટીના દિવસે જ વર્ષનું પ્રથમ...

Holi Dhuleti 2026: 24 ફેબ્રુઆરીથી હોળાષ્ટકનો પ્રારંભ, ધૂળેટીના દિવસે જ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ; જાણો હોળી પ્રાગટ્યનું મુહૂર્ત

0
630
Holi Dhuleti

Holi Dhuleti 2026: વર્ષ 2026માં રંગોનો પર્વ હોળી-ધૂળેટી આસ્થા અને ખગોળીય દ્રષ્ટિએ ખૂબ જ ખાસ બની રહેશે. જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર, આ વર્ષે હોળીના પર્વ પર ‘ચંદ્રગ્રહણ’નો વિશેષ સંયોગ સર્જાઈ રહ્યો છે. ગ્રહો અને નક્ષત્રોની આ સ્થિતિ જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત મહત્વની માનવામાં આવે છે.

Holi Dhuleti 2026: હોળાષ્ટક: 24 ફેબ્રુઆરીથી શુભ કાર્યો પર બ્રેક

Holi Dhuleti 2026

શાસ્ત્રોક્ત માન્યતા મુજબ હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થાય છે, જેમાં લગ્ન, જનોઈ કે વાસ્તુ જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી.

  • પ્રારંભ: 24 ફેબ્રુઆરી 2026, મંગળવાર.
  • પૂર્ણહુતિ: 3 માર્ચ 2026 (ધૂળેટીના દિવસે).

Holi Dhuleti 2026: હોળી પ્રાગટ્ય અને મુહૂર્ત (2 માર્ચ 2026)

ફાગણ સુદ પૂનમના દિવસે હોળી પ્રાગટ્ય કરવામાં આવે છે. આ વર્ષે હોળી પ્રાગટ્ય માટે સાંજે ખૂબ જ ટૂંકો અને મર્યાદિત સમય મળી રહ્યો છે.

  • પૂનમ તિથિ પ્રારંભ: 2 માર્ચ, સોમવાર સાંજે 5:55 કલાકે.
  • પૂજન-પ્રાગટ્ય મુહૂર્ત: સાંજે 6:40 થી રાત્રે 9:05 સુધી.

ભદ્રાનો વિચાર: પૂનમની સાથે જ સાંજે 5:55 થી ભદ્રા (વિષ્ટિ કરણ) શરૂ થશે. જોકે, સોમવારની ભદ્રા કલ્યાણકારી માનવામાં આવે છે. જ્યોતિષીઓના મતે ભદ્રાના મુખના ભાગનો ત્યાગ કરી પૂછ ભાગમાં ધાર્મિક વિધિઓ કરી શકાશે.

Holi Dhuleti 2026: ધૂળેટીના દિવસે ચંદ્રગ્રહણ: ભારતમાં દેખાશે

3 માર્ચ 2026, મંગળવારના રોજ જ્યારે આખો દેશ ધૂળેટીના રંગોમાં રંગાયેલો હશે, ત્યારે આકાશમાં ખગોળીય ઘટના સ્વરૂપે ચંદ્રગ્રહણ સર્જાશે.

  1. દ્રશ્યતા: આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી તેનું ધાર્મિક મહત્વ વધી જશે.
  2. ધાર્મિક અસર: ગ્રહણને કારણે મંદિરોના દ્વાર અને પૂજાના નિયમોમાં ફેરફાર થઈ શકે છે.
  3. સાધના માટે શ્રેષ્ઠ: જ્યોતિષીઓના મતે આ દિવસ મંત્ર-સાધના અને દાન-પુણ્ય માટે અત્યંત સંવેદનશીલ અને ફળદાયી રહેશે.

આ પણ વાંચો :સુરત મનપામાં ACBની સર્જિકલ સ્ટ્રાઈક: 15 લાખના તોડમાં પત્રકાર 4 લાખ લઈ ફરાર, ક્લાસ-1 અધિકારી વિપુલ ગણેશવાલા વિરુદ્ધ ગુનો દાખલ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે