Robbery (Video): બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી નજીક આવેલી એક હોટલ ઉપર શુક્રવાર સવારે રાજસ્થાન રોડવેઝની બસમાં અમદાવાદથી આવેલા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી સોનાના દાગીના ભરેલો થેલો ઝૂંટવી ૩ લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ છાપી PI ને થતાં તેઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો.
જાણો સમગ્ર ઘટના
અમદાવાદ સ્થિત આર.સી.આંગડિયા પેઢીનો કર્મચારી રામસિંહ મૂળસિંહ ચૌહાણ (મૂળ રહે.સુમેરપુર, જિ. પાલી) રાજસ્થાન રોડવેઝની અમદાવાદથી ફાલના જતી બસમાં સોનાના દાગીના ભરેલો થેલો લઈ જોધપુર જવા નીકળ્યો હતો.
આ દરમિયાન પાલનપુર-મહેસાણા હાઇવે ઉપર આવેલા છાપી નજીકના ભરકાવાડા ગામના પાટિયા પાસેની હોટલ શ્રીરામ ઉપર બસ સવારે પોણા નવ વાગ્યે ચા-નાસ્તો કરવા માટે ઉભી રહી હતી. આથી આંગડિયા પેઢીનો કર્મચારી પોતાની પાસે રહેલો થેલો લઈ હોટલમાં ગયા. ચા-નાસ્તો કરી આંગડિયા કર્મી બસમાં બેસવા જતો હતો તે દરમિયાન બાઇક ઉપર આવેલા ત્રણ લૂંટારુ પૈકી એક લૂંટારુ બસમાં ચઢી આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી દાગીના ભરેલો થેલો ઝૂંટવી લૂંટ (Robbery) કરી બાઇક ઉપર નાસી છૂટ્યા હતા.
આ સમગ્ર ઘટનાની જાણ છાપી પીઆઇ હીનાબેન વાઘેલાને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. જોકે મોડી સાંજ સુધી ફરિયાદ નોંધવાની કામગીરી ચાલુ હોઈ લૂંટના મુદ્દામાલની ચોક્કસ કિંમત જાણી શકાઈ નહતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અંદાજિત દોઢથી બે કિલો સોનાના દાગીનાની લૂંટ (Robbery) થઈ હોવાનું જાણવા મળે છે.
Robbery: SP સહિતનો પોલીસ કાફલો તપાસમાં જોડાયો
છાપી નજીક અંદાજીત દોઢથી બે કિલો સોનાના દાગીના ભરેલા થેલાની લૂંટ થતાં જિલ્લા પોલીસ અધિક્ષક, ડીવાયએસપી, એલસીબી, એસઓજી, છાપી પીઆઇ સહિતનો પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો