HomeGujaratRMC Demolition Crackdown: રાજકોટ મનપાનો મોટો નિર્ણય નિયમો નેવે મૂકી કરાયેલું જંગલેશ્વર...

RMC Demolition Crackdown: રાજકોટ મનપાનો મોટો નિર્ણય નિયમો નેવે મૂકી કરાયેલું જંગલેશ્વર ડીમોલેશનનું ₹૨૭ લાખનું બિલ નામંજૂર, તમામ રેટ કોન્ટ્રાક્ટની થશે પુનઃ સમીક્ષા

RMC Demolition Crackdown: રાજકોટ મહાનગરપાલિકા (RMC)ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે એક મોટો અને સપાટો બોલાવતો નિર્ણય લેવામાં આવ્યો છે. જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલા ડીમોલેશન (દબાણ હટાવવાની કામગીરી)ના ખર્ચની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ કડક વલણ અપનાવીને નામંજૂર કરી દીધી છે. ટેન્ડર પ્રક્રિયા વગર જ બારોબાર કામગીરી કરી લેવાતા તંત્રએ આ ₹૨૭ લાખનું બિલ અટકાવી દીધું છે અને એજન્સીને કોઈ પણ જાતની રકમ ચૂકવવાનો સાફ ઇનકાર કરી દીધો છે.

RMC Demolition Crackdown: સમયના અભાવનું બહાનું ન ચાલ્યું: ₹૨૭ લાખનું બિલ અટકાવાયું

સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલી દરખાસ્તમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, ‘સમયનો અભાવ’ હોવાના કારણે આ કામગીરી માટે કોઈ સત્તાવાર ટેન્ડર પ્રક્રિયા કે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો નહોતો. જોકે, સ્ટેન્ડિંગ કમિટીએ નિયમોના ઉલ્લંઘનને ગંભીરતાથી લઈને આ બહાનાને ફગાવી દીધું હતું. યોગ્ય અને કાયદેસરની ટેન્ડર પ્રક્રિયા ન થઈ હોવાથી ₹૨૭ લાખનો આ સમગ્ર ખર્ચ નામંજૂર કરવામાં આવ્યો છે, એટલે કે હવે કોન્ટ્રાક્ટરને આ કામના કોઈ રૂપિયા ચૂકવવામાં આવશે નહીં.

RMC Demolition Crackdown: રેટ કોન્ટ્રાક્ટમાં કાયદાકીય ગૂંચ અને મનપાનું વલણ

RMC Demolition Crackdown

બેઠકમાં રેટ કોન્ટ્રાક્ટને લઈને પણ મહત્વની ચર્ચા થઈ હતી. જે રેટ કોન્ટ્રાક્ટ અંતર્ગત અગાઉ નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે, તેમાં કાયદાકીય રીતે જો બધું યોગ્ય હશે તો કોઈ ફેરફાર થઈ શકશે નહીં. પરંતુ ભવિષ્યમાં આવી ગેરરીતિઓ અટકાવવા માટે મનપાએ કમર કસી છે.

RMC Demolition Crackdown: તમામ રેટ કોન્ટ્રાક્ટનું થશે પોસ્ટ-મોર્ટમ: વધુ ભાવ હશે તો થશે રદ્દ

RMC Demolition Crackdown

રાજકોટ મનપાના રેટ કોન્ટ્રાક્ટના વિવાદને પગલે હવે તમામ ચાલુ અને આગામી કોન્ટ્રાક્ટની તપાસ કરવામાં આવશે:

  • પુનઃ સમીક્ષા: મનપાના તમામ રેટ કોન્ટ્રાક્ટની સમીક્ષા અને પુનઃ સમીક્ષા કરવાનો આદેશ અપાયો છે.
  • રી-ટેન્ડરિંગ: જો કોઈ કોન્ટ્રાક્ટમાં બજારભાવ કરતાં વધુ ભાવ હોવાનું માલૂમ પડશે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીને તે કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ્દ કરવામાં આવશે અને નવેસરથી રી-ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે.

RMC Demolition Crackdown: પદાધિકારીઓનું શું કહેવું છે? (મુખ્ય અંશો)

પરેશ પીપળીયા (ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, RMC):

RMC Demolition Crackdown

“નિયમોનું પાલન કરવું દરેક માટે અનિવાર્ય છે. ટેન્ડર પ્રક્રિયા વિના થયેલી કામગીરીનું ₹૨૭ લાખનું બિલ અમે મંજૂર કર્યું નથી. વહીવટી પારદર્શિતા જાળવવા માટે આ નિર્ણય જરૂરી હતો.”

ડો. નેહલ શુક્લ (મેયર, રાજકોટ):

“મેં તમામ રેટ કોન્ટ્રાક્ટની સમીક્ષા અને જરૂર પડે તેને રદ્દ કરવા માટે સૂચવ્યું છે. પ્રજાના નાણાંનો દુરુપયોગ ચલાવી લેવાશે નહીં. જો કોઈ પણ કોન્ટ્રાક્ટમાં વધુ ભાવ વસૂલાતા હશે તો તેને તાત્કાલિક અસરથી રદ્દ કરીને રી-ટેન્ડર કરવામાં આવશે.”

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાત સરકારની મોટી જાહેરાત: UPSC પ્રિલિમની તૈયારી માટે દર મહિને ₹૪,૦૦૦ની સહાય, યુવતીઓને ₹૨.૦૫ લાખ અને યુવકોને ₹૧.૫૫ લાખ સુધીનું પ્રોત્સાહન મળશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments