Home Breaking News Historic Step by Gujarat Government: ગુજરાત સરકારની મોટી જાહેરાત: UPSC પ્રિલિમની તૈયારી...

Historic Step by Gujarat Government: ગુજરાત સરકારની મોટી જાહેરાત: UPSC પ્રિલિમની તૈયારી માટે દર મહિને ₹૪,૦૦૦ની સહાય, યુવતીઓને ₹૨.૦૫ લાખ અને યુવકોને ₹૧.૫૫ લાખ સુધીનું પ્રોત્સાહન મળશે

0
111
Historic Step by Gujarat Government
Historic Step by Gujarat Government

Historic Step by Gujarat Government: ગુજરાતના યુવાનો કેન્દ્રીય લોકસેવા આયોગ (UPSC)ની સિવિલ સર્વિસીસ પરીક્ષામાં વધુને વધુ સફળતા મેળવે અને દેશની સર્વોચ્ચ સેવાઓમાં રાજ્યનું પ્રતિનિધિત્વ વધે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ૧ જુલાઈના રોજ સરકારે ‘સ્પિપા’ (SPIPA – સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન) અને તેના માન્ય તાલીમ કેન્દ્રોમાં UPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે પ્રોત્સાહન સહાયના દરોમાં ધરખમ વધારો કરવાની જાહેરાત કરી છે.

આ નવી જોગવાઈ હેઠળ વિદ્યાર્થીઓને આર્થિક સંકટ વિના ગુણવત્તાયુક્ત તૈયારી કરવામાં મોટી મદદ મળશે.

Historic Step by Gujarat Government: પ્રિલિમની તૈયારી માટે દર મહિને ₹૪,૦૦૦નો આર્થિક સહારો

Historic Step by Gujarat Government

નવી સુધારેલી જોગવાઈ અનુસાર, SPIPAમાં UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને હવે દર મહિને ₹૪,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે. આ માસિક ભથ્થાથી વિદ્યાર્થીઓ પુસ્તકો, રહેવા-જમવા કે અન્ય શૈક્ષણિક ખર્ચ સરળતાથી ઉઠાવી શકશે.

Historic Step by Gujarat Government: દરેક તબક્કે સફળતા પર મળશે રોકડા રૂપિયા: દીકરીઓને વિશેષ પ્રાધાન્ય

સરકારે આ યોજનામાં મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે યુવતીઓને યુવકો કરતાં વધુ પ્રોત્સાહન રકમ આપવાનું નક્કી કર્યું છે. પરીક્ષાના ત્રણેય તબક્કા (પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ) પાસ કરનાર ઉમેદવારોને નીચે મુજબ સહાય મળવાપાત્ર રહેશે:

  • ૧. પ્રિલિમ પરીક્ષા પાસ કરવા પર:
  • યુવકોને: ૩૫,૦૦૦
  • યુવતીઓને: ૫૦,૦૦૦
  • ૨. મુખ્ય (મેઇન્સ) પરીક્ષા પાસ કરવા પર:
  • યુવકોને: ૪૫,૦૦૦
  • યુવતીઓને: ૫૫,૦૦૦
  • ૩. અંતિમ પસંદગી (મેરિટ લિસ્ટ/ઇન્ટરવ્યુ) મેળવવા પર:
  • યુવકોને: ૭૫,૦૦૦
  • યુવતીઓને: ૧,૦૦૦૦૦ (૧ લાખ)

Historic Step by Gujarat Government: કુલ કેટલી સહાય મળશે?

Historic Step by Gujarat Government

જો કોઈ ઉમેદવાર શરૂઆતથી લઈને અંતિમ પસંદગી સુધીના તમામ તબક્કા સફળતાપૂર્વક પાર કરે છે, તો તેને મળનારી કુલ પ્રોત્સાહન રકમ આ મુજબ થશે:

  • યુવકો માટે કુલ સહાય: ૧.૫૫ લાખ સુધી
  • યુવતીઓ માટે કુલ સહાય: ૨.૦૫ લાખ સુધી

Historic Step by Gujarat Government: વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ:

Historic Step by Gujarat Government

રાજ્ય સરકાર દ્વારા સુધારેલા દરો જાહેર કરાતા જ UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને મધ્યમ કે ગરીબ વર્ગના પરિવારોમાં નવી આશા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયથી આર્થિક મુશ્કેલીઓના કારણે પાછળ રહી જતા તેજસ્વી તારલાઓ હવે મુક્ત મને દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષા પાસ કરવાનું સપનું સાકાર કરી શકશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદમાં હૃદયદ્રાવક અકસ્માત, ઈલેક્ટ્રિક વાહન લઈને ટ્યુશન જતા ૧૬ વર્ષના કિશોરને બેફામ ડમ્પરે કચડ્યો, સારવાર દરમિયાન મોત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે