Home Desh Relief for Summer Travelers: રેલવેનો મોટો નિર્ણય ઉનાળાના વેકેશનમાં અમદાવાદ, મુંબઈ અને...

Relief for Summer Travelers: રેલવેનો મોટો નિર્ણય ઉનાળાના વેકેશનમાં અમદાવાદ, મુંબઈ અને સુરતથી દોડશે સ્પેશિયલ ટ્રેનો, જાણો સંપૂર્ણ શિડ્યુલ

0
191
Relief for Summer Travelers
Relief for Summer Travelers

Relief for Summer Travelers: ઉનાળાના વેકેશન દરમિયાન વતન જતા મુસાફરો અને પ્રવાસીઓના ભારે ધસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવે દ્વારા ‘વોર ફૂટિંગ’ પર કામગીરી શરૂ કરવામાં આવી છે. રેલવે તંત્રએ સુરતના ઉધના અને મુંબઈથી વિવિધ રૂટ પર 5 નવી ‘ટ્રેન ઓન ડિમાન્ડ’ (TOD) સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. ખાસ કરીને બિહાર અને બંગાળ તરફ જતા શ્રમિકો અને મુંબઈ-અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા લોકો માટે આ રાહતના સમાચાર છે.

Relief for Summer Travelers

Relief for Summer Travelers: 1. ઉધના-સાંત્રાગાછી (અમૃત ભારત રેક)

દક્ષિણ ગુજરાતથી બંગાળ તરફ જતા મુસાફરો માટે અત્યાધુનિક સુવિધા ધરાવતી અમૃત ભારત રેક સાથેની ટ્રેન દોડાવવામાં આવશે.

  • ટ્રેન નંબર: 09053 / 09054
  • તારીખ: ઉધનાથી 20 અને 25 એપ્રિલે, જ્યારે પરતમાં 22 અને 27 એપ્રિલે દોડશે.
  • રૂટ: આ ટ્રેન નંદુરબાર, ભૂસાવલ, નાગપુર, રાયપુર અને બિલાસપુર થઈને સાંત્રાગાછી પહોંચશે.

Relief for Summer Travelers: 2. બિહાર માટે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો

બિહાર જતા પરપ્રાંતિય શ્રમિકોની અગવડતા દૂર કરવા માટે રેલવેએ બે ખાસ ટ્રેનો જાહેર કરી છે, જેમાં તમામ કોચ જનરલ રહેશે.

  • ઉધના-જયનગર (09061/62): 19 એપ્રિલે ઉધનાથી ઉપડશે.
  • ઉધના-મધુબની (09067/68): 19 એપ્રિલે ઉધનાથી રવાના થશે.

નોંધ: આ બંને ટ્રેનો સંપૂર્ણપણે જનરલ કોચ ધરાવતી હોવાથી મુસાફરો સ્ટેશનથી ટિકિટ લઈને મુસાફરી કરી શકશે.

Relief for Summer Travelers: 3. મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ

અમદાવાદ અને મુંબઈ વચ્ચે મુસાફરી કરતા લોકો માટે સાપ્તાહિક ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

  • ટ્રેન નંબર: 09087 / 09088
  • સમયગાળો: 22 એપ્રિલ થી 28 મે સુધી.
  • શેડ્યૂલ: દર બુધવારે મુંબઈથી અને દર ગુરુવારે અમદાવાદથી ઉપડશે.
  • સ્ટોપેજ: બોરીવલી, વાપી, સુરત અને વડોદરા.

Relief for Summer Travelers: 4. મુંબઈ સેન્ટ્રલ-ઈન્દોર સુપરફાસ્ટ (બાય-વીકલી)

  • ટ્રેન નંબર: 09085 / 09086
  • સમયગાળો: 20 એપ્રિલ થી 29 મે સુધી દર સોમવાર અને શુક્રવારે દોડશે.
  • રૂટ: વાપી, સુરત, વડોદરા, રતલામ અને ઉજ્જૈન થઈને ઇન્દોર પહોંચશે.

મુસાફરો માટે મહત્વની અપીલ: રેલવે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે મુસાફરોએ અંતિમ ઘડીની ભીડથી બચવા માટે અગાઉથી રિઝર્વેશન કરાવી લેવું. જનરલ ટ્રેનો માટે પણ નિયત સમય કરતા વહેલા સ્ટેશન પહોંચવા સૂચન કરવામાં આવ્યું છે જેથી વ્યવસ્થા જળવાઈ રહે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાતમાં કુદરતનો બેવડો મિજાજ સુરત ‘ધુમ્મસની ચાદર’માં લપેટાયું, તો સુરેન્દ્રનગર 41.2°C સાથે રાજ્યમાં સૌથી ગરમ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે