From IPO Allotment to Market Debut: દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપની ‘SBI ફંડ્સ મેનેજમેન્ટ’ના શેરનું મંગળવાર, 21 જુલાઈએ શેરબજારમાં અપેક્ષા કરતા ઓછા પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું છે. કંપનીએ IPOમાં રોકાણકારો માટે શેર દીઠ 574 રૂપિયાનો ભાવ નક્કી કર્યો હતો, જેની સામે NSE પર શેર 613 રૂપિયા (6.8% પ્રીમિયમ) અને BSE પર 610 રૂપિયા પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગ બાદ કંપનીનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આશરે 1,25,804 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
ગ્રે માર્કેટમાં આ શેર 18 થી 19 ટકા સુધીના મજબૂત પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, તેથી રોકાણકારોને ઊંચા લિસ્ટિંગની આશા હતી. જોકે, લિસ્ટિંગ બાદ શેરમાં ખરીદી જોવા મળતા સવારે 11:10 વાગ્યે શેરનો ભાવ 8.47 ટકા વધીને 622 રૂપિયાની આસપાસ પહોંચી ગયો હતો.
From IPO Allotment to Market Debut: રોકાણકારોએ હવે શું કરવું જોઈએ? (વેચવા કે હોલ્ડ કરવા?)
એક્સપર્ટ્સનું માનવું છે કે ભલે શરૂઆત અપેક્ષા કરતા થોડી નરમ રહી હોય, પરંતુ લાંબા ગાળા માટે આ શેરમાં મજબૂત સંભાવનાઓ રહેલી છે.
- જેની પાસે IPO શેર છે: નિષ્ણાતો સલાહ આપે છે કે જે રોકાણકારોને IPOમાં શેર ફાળવાયા છે, તેમણે ઉતાવળમાં શેર વેચવાને બદલે લાંબા ગાળાના દૃષ્ટિકોણથી હોલ્ડ કરવા જોઈએ.
- નવા રોકાણકારો માટે: જેમને IPOમાં શેર નથી મળ્યા, તેઓ માર્કેટમાં ઘટાડો થાય ત્યારે ખરીદી કરવાની તક ઝડપી શકે છે. શોર્ટ ટર્મ ટ્રેડર્સે શેરમાં અંદાજે 585-590 રૂપિયા પર સ્ટોપલોસ જાળવવો અનિવાર્ય છે.
From IPO Allotment to Market Debut: કેમ મજબૂત છે કંપની?
SBI ફંડ્સ મેનેજમેન્ટ એ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) અને ‘અમુંડી’નું સંયુક્ત સાહસ (Joint Venture) છે. કંપની પાસે મજબૂત બ્રાન્ડ વેલ્યુ, વિશાળ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને અન્ય AMC (એસેટ મેનેજમેન્ટ કંપનીઓ)ની સરખામણીમાં આકર્ષક વેલ્યુએશન છે. હાલમાં કંપનીનું એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 13 લાખ કરોડ રૂપિયાથી વધુ છે, અને આગામી ત્રણ વર્ષમાં આંતરરાષ્ટ્રીય AUM બમણું કરીને 5 અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે.
બ્રોકરેજ ફર્મ એમકે ગ્લોબલે આ શેર માટે ₹750 નો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે, જ્યારે ઇક્વિરસ સિક્યોરિટીઝે પણ લાંબા ગાળા માટે આ સ્ટોકને કવર કરવાની ભલામણ કરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




