HomeGujaratMonsoon Magic in Vadodara: વડોદરાના સાવલી પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ધોધમાર વરસાદથી...

Monsoon Magic in Vadodara: વડોદરાના સાવલી પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક, ખેડૂતોમાં ખુશીની લહેર

Monsoon Magic in Vadodara: વડોદરા જિલ્લાના સાવલી નગર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયની રાહ જોયા બાદ આખરે મેઘરાજાએ મન મૂકીને વરસી પડ્યા છે. બપોરના સુમારે આકાશમાં કાળાં ઘેરા વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો.

સાવલી નગરની સાથે-સાથે ગોઠડા, રસુલપુર અને સામતપુર પંથકમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા અને સમગ્ર પંથકમાં ઉત્સવ જેવો ચોમાસાનો માહોલ જામી ગયો છે.

Monsoon Magic in Vadodara: ખેડૂતોમાં આનંદની લાગણી

Monsoon Magic in Vadodara

ચોમાસાની આ સિઝનમાં આ વરસાદ પાક માટે ખૂબ જ ગુણકારી સાબિત થશે. સમયસર અને સારો વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ વરસાદથી પાકને નવું જીવન મળશે અને ખેડૂતોની ચિંતાઓ દૂર થશે.

Monsoon Magic in Vadodara: વાતાવરણમાં ઠંડક પ્રસરી

Monsoon Magic in Vadodara

છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ઉકળાટ અને ભારે ગરમીથી ત્રસ્ત થયેલા લોકોને આ વરસાદે મોટી રાહત આપી છે. વરસાદ બાદ ફુંકાયેલા ઠંડા પવનોથી સમગ્ર વાતાવરણ આહલાદક બની ગયું છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વડનગરમાં સાત વર્ષની બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાયા, તંત્ર એલર્ટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments