HomeGujaratChandipura Scare in Vadnagar: વડનગરમાં સાત વર્ષની બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો...

Chandipura Scare in Vadnagar: વડનગરમાં સાત વર્ષની બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાયા, તંત્ર એલર્ટ

Chandipura Scare in Vadnagar: મહેસાણા જિલ્લાના વડનગરમાંથી ચાંદીપુરા વાયરસને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વડનગરમાં સાત વર્ષની એક માસૂમ બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાઈ આવતા તેને તાત્કાલિક વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

Chandipura Scare in Vadnagar: સેમ્પલ લેબમાં મોકલાયા, હોસ્પિટલમાં ત્રણ બાળકો સારવાર હેઠળ

Chandipura Scare in Vadnagar

બાળકીની તબિયતને ધ્યાનમાં રાખીને વડનગર સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા તાત્કાલિક ધોરણે જરૂરી સેમ્પલ લઈને વધુ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. હાલ આ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કુલ ત્રણ બાળકોની સઘન અને વિશેષ તબીબી દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે.

પોશીનાની બાળકીનો રિપોર્ટ નેગેટિવ છતાં દેખરેખ હેઠળ

બીજી તરફ, અગાઉ પોશીના વિસ્તારની અન્ય એક બાળકીના શંકાસ્પદ લક્ષણોને લઈને સેમ્પલ લેવાયા હતા, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે, તકેદારીના ભાગરૂપે તે બાળકીને પણ હજુ સુધી તબીબી દેખરેખ હેઠળ જ રાખવામાં આવી છે જેથી સ્વાસ્થ્ય અંગે કોઈ જોખમ ન રહે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: અઠવાલાઇન્સ સાયબર ક્રાઇમ ઓફિસની ગલી પાણીમાં ગરકાવ, વિદ્યાર્થીઓને ભારે હાલાકી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments