HomeGujaratPre-Monsoon Claims Exposed: સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: અઠવાલાઇન્સ સાયબર ક્રાઇમ ઓફિસની ગલી...

Pre-Monsoon Claims Exposed: સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: અઠવાલાઇન્સ સાયબર ક્રાઇમ ઓફિસની ગલી પાણીમાં ગરકાવ, વિદ્યાર્થીઓને ભારે હાલાકી

Pre-Monsoon Claims Exposed: સુરત શહેરમાં ધોધમાર વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે સુરતના જાણીતા વિસ્તાર એ અઠવાલાઇન્સ ખાતે આવેલી સાયબર ક્રાઇમ ઓફિસની ગલીમાં ભારે પાણી ભરાઈ જવાથી નાગરિકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Pre-Monsoon Claims Exposed: શાળાએ જતા નાના માસૂમ વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી

Pre-Monsoon Claims Exposed

મહત્વની વાત એ છે કે, જે રોડ પર પાણી ભરાયા છે તે જ રોડ પરથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ભણતા નાના બાળકો અને વિદ્યાર્થીઓ અવરજવર કરે છે. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓને શાળાએ આવવા-જવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે અને વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Pre-Monsoon Claims Exposed: તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

Pre-Monsoon Claims Exposed

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ગટરમાં સહેલાઈથી પાણીનો નિકાલ નહીં થવાના કારણે આ પ્રકારની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા ચોમાસા પહેલા કરવામાં આવતી પ્રિ-મોન્સૂન કામગીરીની દાવાઓની પોલ આ દ્રશ્યોએ ખોલી નાખી છે. લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે જો આ સ્થિતિ રહી તો આખું ચોમાસુ પૂરું થઈ જશે પરંતુ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહેશે.

ભારે પાણી ભરાવાને કારણે વાહનચાલકો અને નોકરિયાત વર્ગને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા વહેલી તકે પાણીના નિકાલ માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

વધુ સમાચાર વાંચવા મત એ અંહી ક્લિક કરો: 400 વર્ષ જૂના ઐતિહાસિક હરસિધ્ધિ માતાના મંદિરમાં ચોરી, દાનપેટી તોડી તસ્કરો રકમ ચોરી ફરાર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments