HomeGujaratRajpipla Temple Theft: 400 વર્ષ જૂના ઐતિહાસિક હરસિધ્ધિ માતાના મંદિરમાં ચોરી, દાનપેટી...

Rajpipla Temple Theft: 400 વર્ષ જૂના ઐતિહાસિક હરસિધ્ધિ માતાના મંદિરમાં ચોરી, દાનપેટી તોડી તસ્કરો રકમ ચોરી ફરાર

Rajpipla Temple Theft: નર્મદા જિલ્લાના વડામથક રાજપીપલા ખાતે આવેલ આશરે 400 વર્ષ જૂના અત્યંત આસ્થાના પ્રતીક સમાન ઐતિહાસિક હરસિધ્ધિ માતાના મંદિર પરિસરમાં ચોરીની ગંભીર ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ મંદિર પરિસરમાં આવેલી દાનપેટીને નિશાન બનાવીને તેમાં રહેલી રોકડ રકમની ચોરી કરી નાસી છૂટ્યા છે.

Rajpipla Temple Theft: દીવાલ કૂદીને ચોરીને આપ્યો અંજામ

પ્રાથમિક માહિતી અનુસાર, હાલ મંદિરના વિકાસ કાર્યો ચાલી રહ્યા છે, જેના ભાગરૂપે આસપાસના કેટલાક મકાનો તોડી પાડવામાં આવ્યા છે. અજાણ્યા શખ્સે આ જ તોડી પાડવામાં આવેલા મકાનોની દીવાલ કૂદીને મંદિર પરિસરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેણે મંદિર પરિસરમાં રાખવામાં આવેલી દાનપેટીને તોડીને અંદર રહેલા રોકડ રૂપિયાની ચોરી કરી હતી.

Rajpipla Temple Theft: સુરક્ષા સામે ઉઠ્યા ગંભીર સવાલો

Rajpipla Temple Theft

સૌથી ચિંતાજનક બાબત એ છે કે આટલા મોટા અને ઐતિહાસિક મંદિર પરિસરમાં સુરક્ષા માટે કોઈપણ પ્રકારની કડક વ્યવસ્થા ઉપલબ્ધ નથી. મંદિરમાં ન તો ગનમેન કે ન તો ખાનગી સુરક્ષા જવાનોની નિમણૂક કરવામાં આવી છે. સુરક્ષાના આ અભાવના કારણે તસ્કરો બેફામ બન્યા છે, જેનાથી સ્થાનિક ભક્તો અને રહીશોમાં ભારે રોષ અને ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે.

મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે તસ્કરો નિરાંતે ચોરીની ઘટનાને અંજામ આપીને જતા રહ્યા છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સુરક્ષા સઘન કરવામાં આવે તેવી અમારી માંગ છે.”

જી. એમ. પટેલ (મંત્રી, મંદિર ટ્રસ્ટ)

“400 વર્ષ જૂના આ પૌરાણિક મંદિરમાં આ પ્રકારે ચોરી થવી તે ખૂબ જ દુખદ છે. અગાઉ પણ આવી બાબતો ધ્યાને આવી છે ત્યારે પોલીસે રાત્રિ પેટ્રોલિંગ વધારવું જોઈએ.”

નયન કાપડિયા (સ્થાનિક રહીશ)

Rajpipla Temple Theft: સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, પોલીસ તપાસ શરૂ

સદભાગ્યે સમગ્ર ચોરીની ઘટના મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા સીસીટીવી (CCTV) કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનાર અજાણ્યા શખ્સની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ઘટના બાદ સ્થાનિક લોકો અને ભક્તોએ ઉગ્ર માંગ કરી છે કે મંદિર પરિસરમાં કાયમી ધોરણે સુરક્ષા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે અને રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી અસામાજિક ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય.

વધુ સમાચારવાંચવા માટે અંહી ક્લિક કરો: સાવલી-હાલોલ રોડ પર રાણીપુરા નજીક રાષ્ટ્રીય પક્ષી મોર રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments