HomeGujaratSavli Wildlife Mystery: સાવલી-હાલોલ રોડ પર રાણીપુરા નજીક રાષ્ટ્રીય પક્ષી મોર રહસ્યમય...

Savli Wildlife Mystery: સાવલી-હાલોલ રોડ પર રાણીપુરા નજીક રાષ્ટ્રીય પક્ષી મોર રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો

Savli Wildlife Mystery: સાવલી-હાલોલ રોડ પર આવેલા રાણીપુરા વિસ્તાર પાસેથી રાષ્ટ્રીય પક્ષી મોર મૃત હાલતમાં મળી આવતા સ્થાનિક પક્ષીપ્રેમીઓ અને નાગરિકોમાં ભારે દુઃખ અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાસ્થળે રોડની બંને બાજુએ મોરના પીંછા જોવા મળતા આ સમગ્ર મામલે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.

Savli Wildlife Mystery: જાગૃત નાગરિકની સતર્કતા

ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, સાવલી-હાલોલ રોડ પરથી પસાર થઈ રહેલા એક જાગૃત નાગરિક આકાશ પટેલે રસ્તા પર મૃત હાલતમાં પડેલા રાષ્ટ્રીય પક્ષી મોરને નિહાળ્યો હતો. આકાશ પટેલે તાત્કાલિક ધોરણે વન વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ) ને આ અંગેની જાણ કરી હતી, જેથી સમયસર કાર્યવાહી થઈ શકે.

Savli Wildlife Mystery

સાવલી-હાલોલ રોડ પર રાણીપુરા નજીક મોર મૃત હાલતમાં મળી આવ્યો હતો અને આસપાસ પીંછા પણ વિખરાયેલા હતા. આ ગંભીર બાબત હોવાથી મેં તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે.”આકાશ પટેલ (જાગૃત નાગરિક)

Savli Wildlife Mystery: વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે

માહિતી મળતાની સાથે જ ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વન વિભાગના અધિકારીઓએ મૃત મોરનો કબજો મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોતના સાચા કારણની તપાસ શરૂ

રાષ્ટ્રીય પક્ષીનું મોત કોઈ અકસ્માતમાં થયું છે, સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર કે પછી કોઈ શિકારી કે ઝેરી પદાર્થની અસરથી થયું છે, તે હજુ સુધી અસ્પષ્ટ છે. મોરના મોતનું ચોક્કસ અને સાચું કારણ જાણવા માટે વન વિભાગ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ સહિતની આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ મોત પાછળનું અસલી કારણ બહાર આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મોક્સી-ભાદરવા પંથકમાં એસટી બસની અનિયમિતતા: વિદ્યાર્થીઓનો ચક્કાજામ, રોષે ભરાઈને બસ રોકી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments