કાળજાળ ગરમીના કારણે વીજળીની માંગમાં રેકોર્ડ બ્રેક વધારો

0
234

ભારતમાં દૈનિક વીજ વપરાશ રેકોર્ડબ્રેક ૨૨૦ ગીગાવોટ

વીજની ભારે માંગના કારણે કોલસાની અછત સર્જાઈ શકે

ભારતના અનેક રાજ્યોમાં હાલમાં ભીષણ ગરમી પડી રહી છે, તે વચ્ચે ભારતમાં દૈનિક વીજ વપરાશની માંગમાં રેકોર્ડબ્રેક વધારો રહ્યો છે. ૧૭ મે ૨૦૨૩, બુધવારના રોજ વીજની માંગ ૨૨૦ ગીગાવોટ પહોંચી ગઈ હતી. વીજ મંત્રાલયે દેશમાં વીજળીની માંગ એપ્રિલથી જૂન મહિના દરમિયાન ૨૨૦ ગીગાવોટ પહોંચવાની આશા વ્‍યકત કરી હતી. જો ગરમીથી રાહત નહીં મળે તો દૈનિક વીજમાંગ ૨૨૦ ગીગાવોટના સ્‍તરથી આગળ જઇ શકે છે. જેથી થર્મલ પાવર સ્‍ટેશનો ચલાવવા માટે એપ્રિલ-જૂન ૨૦૨૩ દરમ્‍યાન કુલ ૨૨.૨ કરોડ ટન કોલસાની જરૂર પડશે. આ વર્ષની શરૂઆતમાં વીજ મંત્રાલય તરફથી કરાયેલ અંદાજ અનુસાર ઘરેલુ કોલસાની ઉપલબ્‍ધતા ૨૦.૧ કરોડ ટન રહેવાની આશા છે. જ્‍યારે કુલ માંગ ૨૨.૨ કરોડ ટન રહેવાની શકયતા છે.