RAW in PAKISTAN : અંગ્રેજી અખબારનો દાવો, ભારત પાકિસ્તાનમાં ઘૂસીને તેના દુશ્મનોનું ટાર્ગેટ કિલિંગ કરી રહ્યું છે  

0
119
RAW in PAKISTAN
RAW in PAKISTAN

RAW in PAKISTAN : બ્રિટિશ અખબાર ગાર્ડિયને પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ભારતીય ગુપ્તચર એજન્સીઓ પાકિસ્તાનમાં ઘૂસીને દરેક આતંકવાદીને મારી રહી છે. ભારત અને પાકિસ્તાનના ગુપ્તચર એજન્ટોને ટાંકીને આ ખુલાસો થયો છે. જોકે ભારત સરકારે આ વાતને સ્પષ્ટ પણે નકારી કાઢી છે.અને કહી દીધું છે કે ભારતમાં ટાર્ગેટ કિલિંગની કોઈ જ નીતિ નથી.

RAW in PAKISTAN

RAW in PAKISTAN :  બ્રિટિશ અખબારે પોતાના રીપોર્ટમાં દાવો કર્યો છે કે પાકિસ્તાનમાં ઘૂસીને ભારતની ગુપ્તચર એજન્સી RAW આતંકીઓની ટાર્ગેટ કિલિંગ કરી રહી છે,   સાથે જ કહ્યું કે આ RAWનું તમામ કામ વડાપ્રધાન કાર્યાલયમાંથી થઈ રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ આદેશ એટલા માટે આપી રહ્યા છે કારણ કે તેઓ RAWને નિયંત્રિત કરે છે. સરકાર વિદેશમાં એવા દુશ્મનોને ખતમ કરી રહી છે જેઓ ભારત માટે ખતરો છે. આ ટ્રેન્ડ 2019 થી ચાલુ છે.

RAW in PAKISTAN :  ભારત પર વિદેશી ધરતી પર ઓપરેશન કરવાનો ત્રીજો આરોપ

5 20

આ ત્રીજી વખત છે જ્યારે ભારત પર વિદેશી ધરતી પર લોકોની હત્યા કે હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો છે. આ પહેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ દાવો કર્યો હતો કે ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. બાદમાં અમેરિકાએ એવો પણ દાવો કર્યો હતો કે ભારતે ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનો પ્રયાસ કર્યો હતો, જેને નિષ્ફળ કરવામાં આવ્યો હતો.

RAW in PAKISTAN :  ભારતના દુશ્મનો પાકિસ્તાનમાં મરી રહ્યા છે

RAW in PAKISTAN

મે 2023 માં ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (KCF) ના વડા પરમજીત સિંહ પંજવારને પાકિસ્તાનના લાહોરમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર શાહિદ લતીફ માર્ચ 2022માં કરાચીમાં ગોળીબારમાં માર્યો ગયો હતો.

RAW in PAKISTAN :  રિપોર્ટમાં દાવો- પાકિસ્તાને ટાર્ગેટ કિલિંગ સંબંધિત દસ્તાવેજો શેર કર્યા

RAW in PAKISTAN


‘ધ ગાર્ડિયન’એ તેના સમાચારમાં લખ્યું છે કે, “બંને દેશોના ગુપ્તચર અધિકારીઓ સાથેની મુલાકાતો અને પાકિસ્તાની તપાસકર્તાઓ પાસેથી મેળવેલા દસ્તાવેજો સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે ભારતની વિદેશી ગુપ્તચર સંસ્થા (RAW)એ 2019 પછી રાષ્ટ્રીય સુરક્ષા માટે કથિત રીતે વિદેશોમાં હત્યા કરવાનું શરૂ કર્યું છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)” )નો ડાયરેક્ટ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય દ્વારા કન્ટ્રોલ રહે છે. મોદી આ મહિને ત્રીજી ટર્મ માટે ચૂંટણી લડી રહ્યા છે.”

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો