Benefits of Law 1354 | Laws for Trust | VR LIVE

    0
    563
    Benefits of Law 1354 | Laws for Trust | VR LIVE
    Benefits of Law 1354 | Laws for Trust | VR LIVE

    ટ્રસ્ટ માટેના કાયદા


    Laws for Trust  ગુજરાત પબિ્લક ટ્રસ્ટ એકટ-૨૦૧૧ અંગે જાણકારી 


    જાણો ટ્રસ્ટ બનાવવા માટેના નિયમો અને કાયદા
    કોઈપણ ટ્રસ્ટ કોઈપણ પ્રકારનો ગુનો કરે તો ?
    ચેરીટી કમિશ્નરની ફરજો, કાર્યો અને સત્તાની જોગવાઈ
    કોઈપણ ટ્રસ્ટ દસ વર્ષ સુધી ચોપડા ન લખે તો ?
    ટ્રસ્ટી કાયદાનું પાલન ન કરે તો સજા શું છે


    ચેરિટી કમિશનરના આદેશનું પાલન ન કરે ન થાય તો ?

    Laws for Trust 


    ટ્રસ્ટને થયેલા નુકસાનના સબંધમાં તપાસ થઇ શકે ?
    રજીસ્ટર્ડ ટ્રસ્ટ એનજીઓ તરીકે કામ કરી શકે

    | Laws for Trust ટ્રસ્ટ ધારણ કરેલ મિલ્કત ઉપર લોન લઇ શકે ?

    Laws for Trust 

    ગુજરાત પબિ્લક ટ્રસ્ટ એકટ ૨૦૧૧માં ઘણાબધા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે જેનાથી બધા જ ટ્રસ્ટીઓ અજાણ જ છે. દરેકની એવી માન્યતા હતી કે ‘મુંબઈના બદલે’ ગુજરાત શબ્દનો ફેરફાર કરવામાં આવેલ છે તેનો વાંધો નહિ અને આ સારંુ કહેવાય. પરંતુ એક ઊડતી નજર નાખીએ તો બોમ્બે પબિ્લક ટ્રસ્ટ એકટ હેઠળ ૮૮ કલમો હતી, ૧૨ ચેપ્ટરો હતા અને મહારાષ્ટ્ર તથા ગુજરાત રાજ્યમાં તેનો અમલ થતો હતો.


    આની સામે ગુજરાત પબિ્લક ટ્રસ્ટના કાયદામાં ૧૨૧ કલમો અને ૧૫ ચેપ્ટર એટલે કે ૩૩ કલમો નવી ઉમેરવામાં આવેલ છે અને ૩ નવા ચેપ્ટરો ઉમેરવામાં આવેલ છે. જેનો અમલ ફકત ગુજરાત રાજ્ય પૂરતો જ મયૉદિત છે. ગુજરાત પબિ્લક ટ્રસ્ટ એકટમાં જે સુધારાવધારા કર્યા છે તે નીચે પ્રમાણે છે-


    ૧. ચેરિટી કમિશનર, ડેપ્યુટી ચેરિટી કમિશનર, આસિસ્ટન્ટ ચેરિટી કમિશનરની નિમણૂંક અંગેની છે, જે યોગ્ય નથી- કલમ-૫
    ૨. ચેરિટી કમિશનરની ઓફિસનો તમામ ખર્ચ જેવા કે પગાર-પેન્શન એલાવન્સ વગેરે વહીવટી ફાળાની રકમમાંથી આપવામાં આવશે- કલમ-૯
    ૩. કોઈપણ ટ્રસ્ટ અન્ય કાયદા હેઠળ નોંધાયેલ હોય અને તેની પ્રવૃત્તિ ગુજરાતમાં કરવામાં આવે તો આવા ટ્રસ્ટે ગુજરાતમાં નોંધણી નંબર મેળવવો પડશે- કલમ-૨૦
    ૪. ટ્રસ્ટે કોઈપણ પ્રકારનો દાવો કોઈની સામે કરવાનો થાય તો દરેક કિસ્સામાં ટ્રસ્ટે ચેરિટી કમિશનરને પાર્ટી બનાવવી પડશે અને જો ચેરિટી કમિશનરને પાર્ટી બનાવી ન હોય તો તે દાવો માન્ય ગણાશે નહિ. – કલમ ૩૨ Laws for Trust
    ૫. દરેક ટ્રસ્ટે વર્ષની શરૂઆતના એક મહિના અગાઉ બજેટ બનાવીને ચેરિટી કમિશનરની ઓફિસે રજૂ કરવાનું રહેશે- કલમ-૩૩
    ૬. ચેરિટી કમિશનર, ડેપ્યુટી ચેરિટી કમિશનર કે અન્ય ગેઝેટેડ ઓફિસર ટ્રસ્ટની ઓફિસમાં દાખલ થઈ શકશે- ચોપડા તપાસી શકશે હાજર રહેલ વ્યક્તિના સ્ટેટમેન્ટ પણ લઈ શકશે અને આવક અધિકારીઓને દરેક પ્રકારની સુવિધા પૂરી પાડવાની રહેશે- કલમ ૪૧
    ૭. ટ્રસ્ટે ભરવાની થતી ફાળાની રકમ અગાઉથી ચૂકવવાની રહેશે. અત્યારે આવકના ૨ ટકા પ્રમાણે ફાળો ઉઘરાવવામાં આવે અને વધુમાં વધુ રૂ. ૫૦૦૦૦ ઉઘરાવવામાં આવે છે તેમાં ફેરફાર થાય તેમ જણાય છે. એટલે કે બેને બદલે ૫ ટકા અને રૂ. ૫૦૦૦૦ની મયૉદા છે તે કાઢી નાખવામાં આવશે- કલમ ૮૨
    ૮. કોઈપણ ટ્રસ્ટ કોઈપણ પ્રકારનો ગુનો કરશે તો રૂ. ૧૦,૦૦૦ પ્રમાણે દંડ કરવામાં આવશે- કલમ- ૮૬
    ૯. કોઈપણ ટ્રસ્ટી કે અન્ય વ્યક્તિ કે જે ટ્રસ્ટ સાથે સંકળાયેલ હોય તેવી વ્યક્તિ ચેરિટી કમિશનરના આદેશનું પાલન ન કરે તો તેને ૩ વર્ષની જેલની સજાની જોગવાઈ પણ છે- કલમ ૮૭
    ૧૦. Laws for Trust કોઈપણ ટ્રસ્ટ દસ વર્ષ સુધી ચોપડા ન લખે, ફાળો ન ભરે, ચેરિટી કમિશનરની આજ્ઞાનું પાલન ન કરે, ટ્રસ્ટની મિલકતનો ઉપયોગ ન કરે તેવા સંજોગોમાં આવું ટ્રસ્ટ બીજા ટ્રસ્ટોની સાથે મર્જ કરવામાં આવશે અથવા તેનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે અથવા રાજ્ય સરકાર તેની મિલકત જપ્ત પણ કરી શકશે- કલમ-૯૨
    ૧૧. દરેક ટ્રસ્ટે ગ્રોસ આવકના ત્રિમાસિક પત્રકો પૂરા પાડવાના રહેશે જેમાં રાજ્ય બહારથી અને દેશ બહારથી આવેલ આવક જુદી દર્શાવાની રહેશે- કલમ -૯૪
    જુદાં જુદાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓની એવી ભાવના જાણવા મળી છે કે ધાર્મિક ધમૉદા ટ્રસ્ટીઓનું એક સંગઠન હોય તો સાથે મળીને કોઈપણ પ્રકારની રજૂઆત સારી રીતે કરી શકાય.

    LAW
    WhatsApp Image 2024 04 05 at 17.01.16 1

    ચેરીટી કમિશ્નરની

    સખાવતી (Charitable), Laws for Trust ધાર્મિક, સાર્વજનિક સંસ્થાઓના નિયમન માટે મુંબઈ રાજ્યના સમયમાં આવા પ્રકારની સંસ્થાઓના નિયમન માટે પબ્લીક ટ્રસ્ટ એક્ટ – ૧૯૫૦ ઘડવામાં આવેલ, જે હવે ગુજરાત પબ્લીક ટ્રસ્ટના નામે ઓળખાય છે. રાજાશાહી વખતમાં પ્રગતિશીલ રાજ્યોમાં Religious and Endowment Act, અમલમાં હતો, જેમાં મોટા ભાગે દેવસ્થાન, ધાર્મિક સંસ્થાઓના વહીવટ પૂરતું સિમિત હતું. મહાત્મા ગાંધીજીએ પણ“Trusteeship” એટલે કે વાલીપણાનો સિધ્ધાંત પ્રતિપાદિત કરેલ, એટલે કે સુખી સાધન સંપન વ્યક્તિ સંપતિનું સર્જન કરે, પરંતુ વાલીપણા તરીકે સાર્વજનિક પ્રવૃત્તિઓ અને કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે પણ પ્રદાન કરે,

    LAW 1

    અત્યારના આધુનિક પરિપ્રેક્ષ્યમાં કંપની કાયદા-૨૦૧૩ હેઠળ સી.એસ.આર. ‘કોર્પોરેટ સોશીયલ રીસ્પોન્સીબીલીટી’ કાનુની રીતે ફરજ લાદવામાં આવી છે જેમાં પણ સાર્વજનિક જનસમુદાયને ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિઓની વિભાવના વ્યક્ત કરેલ છે. મોટાભાગની સંસ્થાઓ સ્થાપવાના ભાગરૂપે કે ઘણીવાર રાજ્ય સરકાર પણ રજીસ્ટર્ડ ટ્રસ્ટ NGO તરીકે રજીસ્ટર્ડ થયેલ હોય તો કલ્યાણકારી પ્રવૃત્તિઓના સંચાલનમાં મંજૂરી આપેલ છે. જેમાં મુખ્યત્વે શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. સંસ્થાઓના રજીસ્ટ્રેશન માટે પાયાની બાબત તરીકે બંધારણ તૈયાર કરવામાં આવે છે અને જેમાં જે હેતુ અને ઉદ્દેશ માટે સંસ્થાની નોંધણી કરાવવાની હોય તે મુજબ ટ્રસ્ટનું બંધારણ રચવામાં આવે છે અને ટ્રસ્ટ એક્ટની જોગવાઈઓ મુજબ નોંધણી કરવામાં આવે છે. Laws for Trust

    એકવાર સંસ્થાની નોંધણી થાય ત્યારે Laws for Trust કાયદા મુજબ એક સ્વાયત સંસ્થા તરીકેની ઓળખ મળે છે. સાથો સાથ સાર્વજનિક સંસ્થાઓએ કાયદાની જોગવાઈઓ મુજબ જવાબદારી પણ નિભાવવાની હોય છે. જેમ કે વાર્ષિક સાધારણ સભા યોજવી, ઑડિટ અને હિસાબો મંજૂર કરવા વિગેરે. આમ લાખોની સંખ્યામાં ધાર્મિક, શૈક્ષણિક, સામાજીક, સાર્વજનિક હેતુ માટે ટ્રસ્ટ અધિનિયમ હેઠળ સંસ્થાઓ નોંધાય છે. Laws for Trust પરંતુ સંસ્થા તરીકે તેઓની શું જવાબદારી છે તે ખબર હોતી નથી તેમજ આ કાયદાના અમલીકરણ અને નિયમન માટે મુખ્ય સત્તાધિકારી ચેરીટી કમિશ્નર છે અને તેઓની નિમણૂંક કાયદાની કલમ-૩ હેઠળ રાજ્ય સરકાર કરે છે. જેથી ટ્રસ્ટના સંચાલકો, હોદ્દેદારોએ ચેરીટી કમિશ્નરની સત્તા અને અધિકારો શું છે તે ટ્રસ્ટના સંચાલકોએ જાણકારી મેળવવી જરૂરી છે.