Ajith Kumar Accident : ચાલુ ફિલ્મની શુટિંગમાં સાઉથના સુપરસ્ટારનો જોરદાર અકસ્માત, અકસ્માતના LIVE ફૂટેજ આવ્યા સામે

0
1014
Ajith Kumar accident
Ajith Kumar accident

Ajith Kumar accident: સાઉથના સુપરસ્ટાર અજીથ કુમાર એક ભયાનક અકસ્માતનો શિકાર બન્યા છે. જેનો વીડિયો હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થતો જોવા મળી રહ્યો છે. સામે આવેલા આ વીડિયોમાં ફિલ્મ સ્ટાર અજીથ કુમાર હાઈ સ્પીડ કાર ચલાવતા જોવા મળી રહ્યા છે.  જે પછી કારનો અકસ્માત થાય છે, અકસ્માતનો લાઈવ વિડીઓ પણ સામે આવ્યો છે,, જે તેમના ફેનને હચમચાવી મુકે તેવો છે.

Ajith Kumar accident

Ajith Kumar accident:  સાઉથના સુપરસ્ટાર અજીથ કુમાર એક ફિલ્મના શુટિંગ દરમ્યાન અકસ્માતનો ભોગ બન્યા છે. જેનો વિડીઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, અકસ્માતનો વિડીઓ એ હદે ભયાનક છે, કે અજીથ કુમારના ચાહકોના જીવ તાળવે ચોટી જાય તેવો છે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ અકસ્માતનો  વિડીઓ જોયા બાદ  લોકો ચોંકી ઉઠ્યા છે. જો કે, મોટી વાત એ છે કે અજીત કુમાર હાલ એકદમ ઠીક છે. સામે આવેલો આ વીડિયો પણ તાજો નથી પણ જૂનો છે. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Ajith Kumar accident:  ‘વિદામુર્ચી’ના શૂટિંગ દરમિયાન અજિત કુમારનો અકસ્માત થયો હતો.

સામે આવેલો આ વીડિયો સુપરસ્ટાર અજીત કુમારની આગામી ફિલ્મ ‘વિદામુર્ચી’નો છે. જેનું શૂટિંગ હાલમાં જ અઝરબૈજાનમાં થયું હતું. આ સમય દરમિયાન, ફિલ્મ સ્ટાર તેની બહુપ્રતિક્ષિત ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો. જ્યાં એક એક્શન સીનના શૂટિંગ દરમિયાન આ ઘટના બની હતી. અજીત કુમાર હાઇવે પર હાઇ સ્પીડ કાર ચલાવતા જોવા મળે છે. જે બાદ કાર રોડ પરથી નીકળી જાય છે અને પલટી જાય છે. કાર પલટી જતા જ ‘વિદામુયાર્ચી’ ટીમના ક્રૂ મેમ્બર્સ ઝડપથી અજિત કુમાર તરફ દોડ્યા હતા. અજીત કુમારના અકસ્માતનો આ હૃદયદ્રાવક વીડિયો સામે આવતા  સમાચારની દુનિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Ajith Kumar accident:  અજીત કુમારના ચાહકો ધ્રૂજી ઉઠ્યા

Ajith Kumar accident

ફિલ્મ સ્ટાર અજીત કુમારનો આ સનસનાટીભર્યો વીડિયો નવેમ્બર 2023નો છે. જ્યારે ફિલ્મ સ્ટાર તેની આગામી ફિલ્મ ‘વિદ્યામુર્ચી’ના શૂટિંગમાં વ્યસ્ત હતો. આ આગામી ફિલ્મમાં પણ સુપરસ્ટાર અજીત કુમાર જબરદસ્ત એક્શન અવતારમાં જોવા મળશે. જેના શૂટિંગના એક સીનની આ એક ઝલક છે. અજીત કુમારના ચાહકો આ વીડિયો જોઈને દંગ રહી ગયા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘અમારા માટે આટલા બધા રિસ્ક ન લો.’ તો એકે કોમેન્ટ કરીને લખ્યું, ’52 વર્ષની ઉંમરે આ સમર્પણ અદ્ભુત છે.’ જ્યારે, એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘તમારી સંભાળ રાખો.’

Ajith Kumar accident: ‘વિદ્યામુર્ચી’ ક્યારે રિલીઝ થશે?

Ajith Kumar accident

અજિત કુમારની આગામી ફિલ્મ વિદ્યામુર્ચી ટૂંક સમયમાં સિનેમાઘરોમાં આવવાની છે. જોકે, મેકર્સે હજુ સુધી તેની રિલીઝ ડેટ જાહેર કરી નથી. પરંતુ ચર્ચા છે કે આ ફિલ્મ આ વર્ષ 2024માં રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનના તબક્કામાં છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો