દિલની વાત 883 | રથયાત્રાની તૈયારીઓ અને સંકલ્પ | VR LIVE

0
83
દિલની વાત 883 | રથયાત્રાની તૈયારીઓ અને સંકલ્પ | VR LIVE
દિલની વાત 883 | રથયાત્રાની તૈયારીઓ અને સંકલ્પ | VR LIVE

રથયાત્રાના પાવન પ્રસંગે કેવા સંકલ્પ લેવા જોઈએ. આ વિષય અંતર્ગત ગુજરાતની જનતાએ ખુબ સરસ સંકલ્પ લેવાની વાત કરી. કોમી એકતા , ભાઈચારો, અને દરેક સમુદાયનું સન્માન કરવાનો સંકલ્પ હોય કે કુદરતી આપત્તિઓ વખતે એકબીજાને મદદરૂપ થવાની ભાવના . ગરવા ગુજરાતીઓએ તમામ પ્રકારના સંકલ્પ લેવાનો વિચાર રજૂ કર્યો. ખાસ કરીને સમાજની બદીઓ દૂર કરવાનો સંકલ્પ અને નારીશક્તિને સન્માન આપવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો. ગુજરાતભરમાં રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે અને ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને  ભગવાનને લાડ લડાવવા માટે ભક્તો તૈયાર છે. ત્યારે હાલમાં જગન્નાથ મંદિરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો.  જગન્નાથ મંદિરમાં સંતો મહંતોના ભંડારામાં લોકોએ દૂધપાક માલપુવા નો પ્રસાદનો લાહવો લીધો.રથયાત્રાના આગળના દિવસે  સવારે  સોનાવેશ દર્શન અને ગજરાજ પૂજન કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભગવાનને લાડ લડાવવા માટે ભક્તો તૈયાર છે. ત્યારે હાલમાં જગન્નાથ મંદિરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.  પોલીસ તંત્રે સંકલ્પ લીધો છે સુખ શાંતિના માહોલ વચ્ચે રથયાત્રા પર્વ ની ઉજવણી પૂરી કરવાનો તે અંતર્ગત રથયાત્રા સૌહાર્દભર્યા વાતાવરણમાં પરંપરાગત શ્રદ્ધા- આસ્થાથી ઉજવાય તે માટે સર્વધર્મ બ્લડ ડોનેશન કેમ્પ, ક્રિકેટ ટૂર્નામેન્ટ, શાંતિ સમિતિની બેઠકો, મહોલ્લા સમિતિની બેઠકો પણ પોલીસતંત્ર દ્વારા યોજવામાં આવી હતી .

રથયાત્રાની તૈયારીઓ અને સંકલ્પ

રથયાત્રાના શુભ અવસરે ભક્તો જગતના નાથના દર્શન માટે આતુર હોય છે . ગુજરાતભરમાં રથયાત્રા દરેક નગર અને શહેરમાં યોહતી હોય છે . અમદાવાદની રથયાત્રા સૌથી મોટી અને પ્રાચીન છે.

અમદાવાદમાં પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે . ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સમગ્ર રાજ્યમાં જ્યાં જ્યાં રથયાત્રાઓ યોજાય છે ત્યાં કોમી સંવાદિતા, સૌહાર્દ અને સલામતીના વાતાવરણમાં પાર પાડવા રાજ્ય પોલીસ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીને આપ્યો હતો. રથયાત્રાના આગળના દિવસોમાં વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. જગન્નાથ મંદિર મંદિરના મહંતશ્રી દિલીપદાસજી દ્વારા સંતો મહંતોના  ભંડારા નો પ્રસાદ ગ્રહણ કરી. તેમને વસ્ત્રદાન તેમજ દક્ષિણા દ્વારા સન્માન કરવામાં આવ્યું. નેત્રોત્સવ વિધિના દિવસે  દરમિયાન પણ વસ્ત્રદાન અને દક્ષિણાનું ધાર્મિક મહત્વ રહેલું છે. દાન દક્ષિણાનો સંકલ્પ પણ લેવો જોઈએ જેથી સમાજના જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરીશકાય