HomeUncategorizedTehran Under Attack:વિશ્વયુદ્ધના ભણકારા: ઇઝરાયલ અને અમેરિકાનો ઈરાન પર ભીષણ હુમલો, જવાબમાં...

Tehran Under Attack:વિશ્વયુદ્ધના ભણકારા: ઇઝરાયલ અને અમેરિકાનો ઈરાન પર ભીષણ હુમલો, જવાબમાં ઈરાને છોડી ૪૦૦ મિસાઇલો

Tehran Under Attack:પશ્ચિમ એશિયામાં સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. શનિવારે વહેલી સવારે ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન પર પ્રચંડ હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં ઈરાની રક્ષા મંત્રીના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સમગ્ર ખાડી દેશોમાં ખળભળાટ મચી ગયો છે.

Tehran Under Attack:’ઓપરેશન લિયોન્સ રોર’: ૧૦ શહેરો ધણધણી ઉઠ્યા

ઇઝરાયલે આ સૈન્ય અભિયાનને લિયોન્સ રોર’ (સિંહની ગર્જના) નામ આપ્યું છે. અમેરિકી વાયુસેનાના સહયોગથી ઈરાનની રાજધાની તેહરાન સહિત ૧૦ મુખ્ય શહેરો પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો.

  • નુકસાન: દક્ષિણ ઈરાનમાં થયેલા હુમલામાં એક કન્યા શાળા નિશાન બની હતી, જેમાં ૪૦ વિદ્યાર્થિનીઓના કરૂણ મોત થયા છે અને ૪૫થી વધુ ઘાયલ છે.
  • સ્થિતિ: તેહરાનના આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે અને સતત સાયરન વાગી રહ્યા છે. ઈરાને પોતાની તમામ ફ્લાઈટ્સ રદ કરી એરસ્પેસ બંધ કરી દીધું છે.
Tehran Under Attack

Tehran Under Attack:ઈરાનનો વળતો પ્રહાર: ૪૦૦ મિસાઇલોનો વરસાદ

પોતાના રક્ષા મંત્રીના મોત અને શહેરો પર થયેલા હુમલાથી ઉશ્કેરાયેલા ઈરાને પણ વળતો પ્રહાર શરૂ કર્યો છે.

  1. નિશાન: ઈરાને ઇઝરાયલ અને દુબઈ તરફ ૪૦૦થી વધુ મિસાઇલો છોડી છે.
  2. અમેરિકી બેઝ પર હુમલો: ઈરાને માત્ર ઇઝરાયલ જ નહીં, પરંતુ કતાર, બહેરીન, કુવૈત, સાઉદી અરેબિયા, જોર્ડન અને અબુ ધાબીમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને પણ નિશાન બનાવ્યા છે.
  3. સોશિયલ મીડિયા: હુમલાના ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં આગના ગોળા આકાશમાં દેખાઈ રહ્યા છે.
Tehran Under Attack

Tehran Under Attack:ટ્રમ્પની ચેતવણી અને ‘પ્રિવેન્ટિવ એટેક’

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાને યોગ્ય ઠેરવતા કહ્યું કે, “આ કાર્યવાહીનો હેતુ અમેરિકા અને તેના લોકોને ઈરાની પરમાણુ જોખમથી બચાવવાનો છે.” ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે (IDF) આ હુમલાને ‘પ્રિવેન્ટિવ એટેક’ (બચાવ માટે અગાઉથી કરેલો હુમલો) ગણાવ્યો છે.

વર્તમાન સ્થિતિ:

  • ઇઝરાયલમાં પણ એર રેડ સાયરન વાગી રહ્યા છે અને લોકોને બંકરોમાં રહેવા સૂચના અપાઈ છે.
  • અમેરિકાએ તેના નાગરિકોને તાત્કાલિક ઇઝરાયલ છોડવા આદેશ આપ્યો છે.
  • પરમાણુ હથિયારોને લઈને ચાલી રહેલી વાતચીત હવે સંપૂર્ણપણે ભાંગી પડી હોય તેમ જણાય છે.

આ પણ વાંચો : આંધ્ર પ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: 18 લોકોના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલોની હાલત ગંભીર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments