HomeRajkotRajkot Tragedy: રાજકોટમાં હૃદયદ્રાવક ઘટના: ખાનગી કોલેજની લેબ આસિસ્ટન્ટ યુવતીએ ઝેરી દવા...

Rajkot Tragedy: રાજકોટમાં હૃદયદ્રાવક ઘટના: ખાનગી કોલેજની લેબ આસિસ્ટન્ટ યુવતીએ ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ,

Rajkot Tragedy: રાજકોટ શહેરમાંથી એક અત્યંત કરુણ અને સંવેદનાસભર કિસ્સો સામે આવ્યો છે. રાજકોટની એક ખાનગી કોલેજમાં લેબ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી અને મૂળ સુરેન્દ્રનગરના થાનની યુવતીએ કોઈ અસહ્ય માનસિક વ્યથા કે કારણોસર ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. યુવતીને બેભાન હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ મામલે યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરતા સ્થળ પરથી મળી આવેલી સુસાઈડ નોટ વાંચીને પોલીસ પણ હચમચી ગઈ છે.

Rajkot Tragedy: સુસાઈડ નોટના લાગણીસભર શબ્દો

યુવતીએ આપઘાતનો પ્રયાસ કરતા પહેલા છોડેલી નોટમાં પરિવાર પ્રત્યેનો અપાર પ્રેમ અને પોતાની લાચારી વ્યક્ત કરી છે. સુસાઈડ નોટમાં તેણે લખ્યું છે:

મમ્મી પપ્પા હવેના જન્મમાં તમે જ મારા મમ્મી પપ્પા બનજો, મારા ભાઈ બહેનને ભણાવજો, એનું ભણવાનું ન બગાડતાં, બધા કઈંક સારી જગ્યાએ પહોંચે એવુ મારુ સપનુ છે, બેનની ફી ૨૬૦૦૦ બાકી છે જે દિવાળી પછી ભરવાની છે, મારા ખાતામાં ૧૭,૮૦૦ છે એ લઇ લેજો. મારી પાછળ કોઇ રોતા નહિ, નહિમતર મને દુઃખ થાશે. ગામનાને કહેજો હું કોઇ સાથે ભાગી નથી ગઇ. મમ્મી પપ્પા મારા ઉપર વિશ્વાસ કરે છે એટલુ મારા માટે બસ છે. મમ્મી પપ્પા તમે મને બહુ જ સાચવી છે. તમને મુકીને જાતાં જીવ નથી ચાલતો, પણ પપ્પા આખી જિંદગી તો કેમ કાઢીશ. મને માફ કરી દેજો…” (આ વાત તેણે ત્રણ વખત લખી છે.)

Rajkot Tragedy: પારિવારિક ચિંતાઓ અને આર્થિક મુશ્કેલીઓની આશંકા

Rajkot Tragedy

સુસાઈડ નોટ પરથી સ્પષ્ટ થાય છે કે યુવતી પોતાના પરિવાર, ભાઈ-બહેનના અભ્યાસ અને આર્થિક જવાબદારીઓ તેમજ ભવિષ્યને લઈને ખૂબ જ ચિંતિત હતી. તેણે પોતાના બેંક ખાતામાં રહેલા રૂપિયા પરિવારને વાપરવા માટે અને બહેનની બાકી રહેતી સ્કૂલ-કોલેજની ફી ભરવા માટેનો ઉલ્લેખ પણ કર્યો છે. આ ઉપરાંત, સમાજમાં કે ગામમાં પોતાની કોઈ ખોટી છાપ ન પડે તે માટે તેણે ખાસ સ્પષ્ટતા કરી છે કે તે કોઈની સાથે ભાગી નથી ગઈ, જે તેના પરિવારના માન-સન્માન પ્રત્યેની તેની ચિંતા દર્શાવે છે.

Rajkot Tragedy: પોલીસ તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો કાફલો સિવિલ હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે યુવતીની સુંસાઈડ નોટ કબજે કરી લીધી છે અને તે કયા સંજોગોમાં આત્યંતિક પગલું ભરવા મજબૂર બની તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે. યુવતીની તબિયત સ્થિર થયા બાદ પોલીસ તેના નિવેદન નોંધશે અને આ મા્ર્મભેદક ઘટના પાછળના સાચા કારણો પરથી પડદો ઉંચકાશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદમાં હચમચાવતી ઘટના, પીજીમાં રહેતી યુવતીના ગળે વાયર બાંધીને નવા આવેલા સિક્યુરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments