Home Desh Premanand Maharaj : ‘હું તો તેમનું ગળુ કાપી નાંખુ’ કોણે આપી સંત...

Premanand Maharaj : ‘હું તો તેમનું ગળુ કાપી નાંખુ’ કોણે આપી સંત પ્રેમાનંદ મહારાજને મારી નાંખવાની ધમકી? #PremanandMaharaj

0
444

Premanand Maharaj : જાનથી મારવાની ધમકી, સોશિયલ મીડિયામાં ખળભળાટ

પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજને જાનથી મારી નાખવાની ધમકી મળતા સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. મીડિયા અહેવાલો અનુસાર, મધ્ય પ્રદેશના સતનાના એક યુવકે ફેસબુક પર સંતને ‘ગળું કાપી નાખવા’ની ધમકી આપી છે. આ ધમકી બાદ પ્રેમાનંદ મહારાજના અનુયાયીઓ રોષે ભરાયા છે અને પોલીસને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

આ ઘટના પાછળનું કારણ પ્રેમાનંદ મહારાજનો એક તાજેતરનો વીડિયો છે. આ વીડિયોમાં તેમણે યુવાનોને અયોગ્ય વર્તનથી બચવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, “આજના યુવાનો ખૂબ જ જલ્દી મોહમાયામાં ફસાઈ જાય છે અને જોશમાં હોશ ગુમાવી બેસે છે.” તેમણે વધુમાં કહ્યું કે, “આજકાલ બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ, બ્રેકઅપ અને પેચઅપનો ટ્રેન્ડ વધી ગયો છે, જે યુવાનોને ભ્રમિત કરી રહ્યો છે. યુવાનોએ આ બધી બાબતોથી દૂર રહેવું જોઈએ.” આ વીડિયો વાયરલ થયા બાદ નારાજ થયેલા એક યુવકે સંતને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

Premanand Maharaj

Premanand Maharaj : ધમકી આપનાર વ્યક્તિ કોણ છે?

મીડિયા રિપોર્ટ અનુસાર, ધમકી આપનાર વ્યક્તિનું નામ શત્રુઘ્ન સિંહ છે અને તે સતનાનો રહેવાસી છે. તેણે ફેસબુક પર લખ્યું છે કે, “જો મારા ઘરની વાત હોત તો હું ગળું કાપી નાખત.” આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયું છે. આ ધમકીથી સંતના અનુયાયીઓમાં ભારે ગુસ્સો છે અને તેઓ શત્રુઘ્ન સિંહની વહેલી તકે ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે.

Premanand Maharaj : હજુ સુધી કોઈ ફરિયાદ નોંધઈ નથી

જોકે, સતનાના પોલીસ અધિક્ષક આશુતોષ ગુપ્તાએ જણાવ્યું છે કે, “અત્યાર સુધી આ મામલે કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી. જો કોઈ ફરિયાદ દાખલ થશે, તો ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે.”

સંત પ્રેમાનંદ મહારાજ રાધા વલ્લભ સંપ્રદાય સાથે સંબંધ ધરાવે છે અને તેમનું પૂરું નામ પ્રેમાનંદ ગોવિંદ શરણ છે. તેમનો જન્મ 1969માં કાનપુર પાસેના અખરી ગામમાં થયો હતો. 13 વર્ષની ઉંમરે, તેમણે સંન્યાસી બનવા માટે ઘર છોડી દીધું હતું. તેમનો શ્રી હિત રાધા કેલિ કુંજ ટ્રસ્ટ 2016માં વૃંદાવનમાં સ્થાપિત થયો હતો. આ ટ્રસ્ટનો ઉદ્દેશ્ય સમાજ અને તીર્થયાત્રીઓની સેવા કરવાનો છે, જેમાં આવાસ, ભોજન, કપડાં, તબીબી સેવાઓ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

Premanand Maharaj
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Premanand Maharaj : ‘હું તો તેમનું ગળુ કાપી નાંખુ’ કોણે આપી સંત પ્રેમાનંદ મહારાજને મારી નાંખવાની ધમકી? #PremanandMaharaj
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે