Home Finance Gold Rate Today : અઠવાડિયામાં સોનાના ભાવમાં રૂ.1420નો વધારો, જાણો તમારા શહેરમાં...

Gold Rate Today : અઠવાડિયામાં સોનાના ભાવમાં રૂ.1420નો વધારો, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડ રેટ? #GoldRate #GoldPriceUpdate

0
510

Gold Rate Today : વીકમાં ₹1420નો વધારો, જાણો તમારા શહેરનો રેટ

દેશમાં સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં 24 કેરેટ સોનાના ભાવમાં રૂ.1420નો વધારો થયો છે. પરિણામે, રાજધાની દિલ્હીમાં 24-કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,01,500 પર પહોંચી ગયો છે, જ્યારે 22-કેરેટ સોનાનો ભાવ રૂ.1300 વધીને રૂ.93,050 પ્રતિ 10 ગ્રામ થયો છે.

મુંબઈ અને કોલકાતા જેવા મોટા શહેરોમાં પણ ભાવમાં વધારો નોંધાયો છે, જ્યાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,01,350 અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ.92,900 પ્રતિ 10 ગ્રામ છે. નોઈડા અને ગાઝિયાબાદમાં પણ દિલ્હી જેવા જ ભાવ જોવા મળી રહ્યા છે.

Gold Rate Today

Gold Rate Today : ચાંદીની કિંમતોમાં ઘટાડો

જ્યારે સોનાના ભાવમાં વધારો થયો છે, ત્યારે ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સપ્તાહે ચાંદીના ભાવમાં રૂ.3000નો ઘટાડો નોંધાયો છે, જેના કારણે 3 ઓગસ્ટ, 2025ના રોજ ચાંદી પ્રતિ કિલોગ્રામ રૂ.1,13,000 થયો છે. જોકે, ઇન્દોરના બુલિયન માર્કેટમાં 2 ઓગસ્ટે ચાંદીનો ભાવ રૂ.1000 વધીને રૂ.1,12,800 પ્રતિ કિલોગ્રામ થયો હતો.

Gold Rate Today : મુખ્ય શહેરોમાં સોનાનો ભાવ

  • દિલ્હી: રૂ93,050 (22kt), રૂ1,01,500 (24kt)
  • અમદાવાદ: રૂ92,950 (22kt), રૂ1,01,400 (24kt)
  • મુંબઈ: રૂ92,900 (22kt), રૂ1,01,350 (24kt)
  • બેંગલુરુ: રૂ92,900 (22kt), રૂ1,01,350 (24kt)
  • ચેન્નઈ: રૂ92,990 (22kt), રૂ1,01,350 (24kt)
Gold Rate Today

Gold Rate Today : છ વર્ષમાં સોનાના ભાવમાં 200%નો જબરદસ્ત વધારો

તાજેતરના અહેવાલ મુજબ, છેલ્લા 6 વર્ષમાં સોનાની કિંમતો ત્રણ ગણી વધી છે. મે 2019માં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ લગભગ રૂ30,000 હતો, જ્યારે જૂન 2025 સુધીમાં તે રૂ1,00,000ને પાર કરી ગયો છે. આનો અર્થ છે કે 6 વર્ષમાં 200% થી વધુનો વધારો થયો છે.

સોનું હજુ પણ સેફ હેવન

રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે 2025માં અત્યાર સુધીમાં Multi Commodity Exchange (MCX) પર સોનાના ભાવમાં 30% થી વધુનો વધારો થયો છે. આ વધારા પાછળનું કારણ ઘરેલુ અને વિશ્વિક અનિશ્ચિત્તા, ડોલરના ઉતાર ચઢાવઅને રોકાણકારોનો વધતો રસ છે. નિષ્ણાતોના મતે, રોકાણની દ્રષ્ટિકોણથી સોનું હજુ પણ એક વિશ્વસનીય અને safe haven વિકલ્પ છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Gold Rate Today : અઠવાડિયામાં સોનાના ભાવમાં રૂ.1420નો વધારો, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડ રેટ? #GoldRate #GoldPriceUpdate


રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે