Pm Modi Russia Visit :  વડાપ્રધાન મોદી રશિયાના પ્રવાસ માટે થયા રવાના, આ પ્રવાસ પર દુનિયાની નજર  

0
215
Pm Modi Russia Visit
Pm Modi Russia Visit

Pm Modi Russia Visit :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા પ્રવાસે જવા રવાના થઈ ગયા છે.  આજે મોડી સાંજ સુધીમાં  રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા માટે રશિયા પહોંચશે. મોદી વડા પ્રધાન બન્યા ત્યારથી બંને નેતાઓ અત્યાર સુધીમાં કુલ 16 વખત મળ્યા છે, પરંતુ ફેબ્રુઆરી 2022 માં યુક્રેન પર રશિયાના આક્રમણ પછી એક પણ નથી મળ્યા.

Pm Modi Russia Visit :   વડાપ્રધાને ઑસ્ટ્રિયા અંગે શું કહ્યું?

વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રિયાને ભારતનું ‘મજબૂત અને ભરોસાપાત્ર ભાગીદાર’ ગણાવ્યું અને કહ્યું કે આ મુલાકાત દરમિયાન તેમને રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વાન ડેર બેલન અને ચાન્સેલર કાર્લ નેહમરને મળવાની તક મળશે. “ઓસ્ટ્રિયા અમારું અડગ અને ભરોસાપાત્ર ભાગીદાર છે. પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા 40 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે. નવીનતા, ટેક્નોલોજી અને ટકાઉ વિકાસના નવા અને ઉભરતા ક્ષેત્રોમાં અમારી ભાગીદારીને વધુ ઉંચાઈઓ પર લઈ જવા માટે હું અમારી ચર્ચાની રાહ જોઉં છું.

Pm Modi Russia Visit

Pm Modi Russia Visit :   રશિયા પ્રવાસ પહેલા પીએમ મોદીએ શું કહ્યું ?

Pm Modi Russia Visit

વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું મારા મિત્ર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓની સમીક્ષા કરવા અને વિવિધ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર મંતવ્યો શેર કરવા આતુર છું. તેમણે વધુમાં કહ્યું, “અમે શાંતિપૂર્ણ અને સ્થિર પ્રદેશ માટે સહાયક ભૂમિકા ભજવવા માંગીએ છીએ. આ મુલાકાત મને રશિયામાં ભારતીય સમુદાયને મળવાની તક પણ પૂરી પાડશે.

પીએમ મોદી અને પુતિન મંગળવારે 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં મળશે. આ દરમિયાન તેઓ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે. રશિયાની મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન ઓસ્ટ્રિયા જવા રવાના થશે. છેલ્લા 40 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની ઓસ્ટ્રિયાની આ પ્રથમ મુલાકાત હશે.

Pm Modi Russia Visit :   ભારત અને રશિયા વચ્ચે કયા કરારો થઈ શકે છે?

Pm Modi Russia Visit

પશ્ચિમી દેશો વડા પ્રધાન મોદીની રશિયાની મુલાકાતને નજીકથી અને ઈર્ષ્યાપૂર્વક જોઈ રહ્યા છે. પશ્ચિમી દેશોની ગંભીરતા સ્પષ્ટ કરે છે કે તેઓ આ મુલાકાતને ખૂબ મહત્વ આપી રહ્યા છે. વાસ્તવમાં પીએમ મોદી 5 વર્ષ પછી રશિયાની મુલાકાતે જઈ રહ્યા છે. એવી અપેક્ષા છે કે ભારત અને રશિયા વચ્ચે ઘણા સંરક્ષણ કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે.

આ વખતે સૌથી વધુ ચર્ચા રશિયાનું 5મી જનરેશન ફાઈટર જેટ સુખોઈ 57 છે. સુખોઈ એરક્રાફ્ટને લઈને ભારત હંમેશાથી ખૂબ જ ગંભીર રહ્યું છે. આ સાથે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારતમાં એન્ટી ટેન્ક શેલ બનાવવાની ફેક્ટરી અંગે પણ મહત્વપૂર્ણ સમજૂતી થઈ શકે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો