Fuel Price Hike: દેશમાં મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. મંગળવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પ્રતિ લિટર 90 પૈસાનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં ઇંધણના ભાવમાં આ બીજો વધારો છે. આ પહેલા ગત શુક્રવારે (15 મે) જ કિંમતોમાં પ્રતિ લિટર 3 રૂપિયા વધારવામાં આવ્યા હતા. આ ભાવવધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ ₹98.64 અને ડીઝલ ₹91.58 પ્રતિ લિટર પર પહોંચી ગયું છે.
Fuel Price Hike: 4 મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (રૂપિયા/લિટર)

પેટ્રોલના ભાવ:
- દિલ્હી: નવો ભાવ ₹98.64 (વધારો: 87 પૈસા)
- મુંબઈ: નવો ભાવ ₹107.59 (વધારો: 91 પૈસા)
- કોલકાતા: નવો ભાવ ₹109.70 (વધારો: 96 પૈસા)
- ચેન્નઈ: નવો ભાવ ₹104.49 (વધારો: 82 પૈસા)
Fuel Price Hike: ડીઝલના ભાવ:
- દિલ્હી: નવો ભાવ ₹91.58 (વધારો: 91 પૈસા)
- મુંબઈ: નવો ભાવ ₹94.08 (વધારો: 94 પૈસા)
- કોલકાતા: નવો ભાવ ₹96.07 (વધારો: 94 પૈસા)
- ચેન્નઈ: નવો ભાવ ₹96.11 (વધારો: 86 પૈસા)
Fuel Price Hike: ભાવ વધવાનું મુખ્ય કારણ: આંતરરાષ્ટ્રીય ક્રૂડ માર્કેટમાં ભડકો
ઇંધણના ભાવમાં આ અચાનક વધારા પાછળ વૈશ્વિક પરિબળો જવાબદાર છે. ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ પહેલા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ (કચ્છું તેલ) નો ભાવ 70 ડોલર પ્રતિ બેરલ હતો, જે હવે 100 ડોલરને પાર પહોંચી ગયો છે.
તેલ કંપનીઓ પર આ આંતરરાષ્ટ્રીય ભાવવધારાનું ભારે દબાણ હતું. પેટ્રોલિયમ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માના જણાવ્યા અનુસાર, ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી કંપનીઓને દર મહિને આશરે ₹30,000 કરોડનું નુકસાન થઈ રહ્યું હતું. આ નુકસાનની ભરપાઈ કરવા માટે કંપનીઓએ ભાવ વધારવાની શરૂઆત કરી છે. જો ક્રૂડના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહેશે, તો આગામી દિવસોમાં હજુ પણ ભાવ વધી શકે છે.
સામાન્ય નાગરિકો પર કેવી અસરો થશે?
પેટ્રોલ અને ડીઝલ મોંઘા થવાને કારણે માત્ર વાહન ચાલકો જ નહીં, પરંતુ દરેક વર્ગને તેની આડઅસર ભોગવવી પડશે:
- શાકભાજી અને રાશન મોંઘા થશે: ડીઝલના ભાવ વધતા ટ્રક અને ટેમ્પોનું માલભાડું વધશે. પરિણામે અન્ય રાજ્યોમાંથી આવતા ફળો, શાકભાજી અને જીવનજરૂરી ચીજવસ્તુઓ મોંઘી થશે.
- ખેતી મોંઘી બનશે: ખેડૂતોને ટ્રેક્ટર અને પમ્પિંગ સેટ ચલાવવા માટે ડીઝલ પાછળ વધુ ખર્ચ કરવો પડશે, જેથી અનાજ ઉત્પાદનનો ખર્ચ વધશે.
- મુસાફરી ખર્ચ વધશે: જાહેર પરિવહન (બસ, ઓટો) અને સ્કૂલ બસોના ભાડામાં પણ આગામી દિવસોમાં વધારો જોવા મળી શકે છે.
ચૂંટણી બાદ રાહતનો અંત
માર્ચ 2024થી દેશમાં ઇંધણના ભાવ સ્થિર હતા અને લોકસભા ચૂંટણી પહેલા સરકારે જનતાને રાહત આપવા માટે પેટ્રોલ-ડીઝલમાં ₹2 નો ઘટાડો પણ કર્યો હતો. અગાઉ સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ₹10-10 નો ઘટાડો કરીને કિંમતોને અંકુશમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયાના યુદ્ધના કારણે પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકા જેવા પડોશી દેશોમાં ઇંધણના ભાવ 15% થી 20% વધી ગયા હતા. ભારતમાં લાંબા સમય સુધી ગ્રાહકો પર આ બોજ નાખવામાં આવ્યો ન હતો, પરંતુ હવે તેલ કંપનીઓએ નુકસાનીમાંથી ઉગરવા માટે ભાવવધારાનો ઝીંકવાનું શરૂ કરી દીધું છે.
Table of Contents
આ પણ વાંચો :અમેરિકામાં એર શો દરમિયાન મોટી દુર્ઘટના હવામાં જ ટકરાયા ૨ લડાકુ વિમાનો, ૪ પાયલોટનો ચમત્કારિક બચાવ




