Home Desh PM Modi in Indonesia: PM મોદી ઇન્ડોનેશિયા પહોંચ્યા, ફાઇટર જેટ્સે આકાશમાં કર્યું...

PM Modi in Indonesia: PM મોદી ઇન્ડોનેશિયા પહોંચ્યા, ફાઇટર જેટ્સે આકાશમાં કર્યું સ્વાગત; ₹2,500 કરોડની બ્રહ્મોસ મિસાઈલ ડીલ પર લાગી શકે છે મહોર

0
108
PM Modi in Indonesia
PM Modi in Indonesia

PM Modi in Indonesia: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ઇન્ડોનેશિયાની મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાન બન્યા પછી પીએમ મોદીનો આ ત્રીજો ઇન્ડોનેશિયા પ્રવાસ છે, જ્યારે તેમના કાર્યકાળનો આ 102મો વિદેશ પ્રવાસ છે. પીએમ મોદીનું વિમાન ઇન્ડોનેશિયાની સરહદમાં પ્રવેશતાની સાથે જ ત્યાંના ફાઇટર જેટ્સે તેમના વિમાનને હવામાં એસ્કોર્ટ કરીને ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

PM Modi in Indonesia

PM Modi in Indonesia: ₹2,500 કરોડની બ્રહ્મોસ મિસાઈલ ડીલ મુખ્ય એજન્ડા

બંને દેશોના નેતાઓ વચ્ચે યોજાનારી દ્વિપક્ષીય બેઠકમાં સંરક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય લેવાઈ શકે છે. આ યાત્રા દરમિયાન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે આશરે ₹2,500 કરોડના બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ સિસ્ટમનો સંભવિત સોદો ફાઈનલ થવાની પ્રબળ સંભાવના છે. જો આ કરાર પર મહોર લાગશે, તો ફિલિપાઇન્સ પછી ઇન્ડોનેશિયા ભારત પાસેથી બ્રહ્મોસ ખરીદનાર બીજો વિદેશી દેશ બનશે. ઉલ્લેખનીય છે કે બ્રહ્મોસ મિસાઈલ ભારતની DRDO અને રશિયાની ‘એનપીઓ મશીનોસ્ટ્રોયેનિયા’નું સંયુક્ત સાહસ છે, જે વિશ્વની સૌથી ઝડપી ઓપરેશનલ સુપરસોનિક ક્રુઝ મિસાઈલોમાંની એક છે.

PM Modi in Indonesia

PM Modi in Indonesia: ઐતિહાસિક પ્રમ્બાનન શિવ મંદિરની મુલાકાત લેશે પીએમ

આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ઇન્ડોનેશિયાના સૌથી મોટા અને પ્રખ્યાત હિન્દુ મંદિર ‘પ્રમ્બાનન’ની મુલાકાત પણ લેશે. 9મી સદીમાં બનેલું આ ભવ્ય મંદિર ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માને સમર્પિત છે અને તે યુનેસ્કોની (UNESCO) વિશ્વ ધરોહર સૂચિમાં સામેલ છે.

PM Modi in Indonesia

PM Modi in Indonesia: સુરક્ષાની દૃષ્ટિએ સાબાંગ પોર્ટ ભારત માટે અતિ મહત્વનું

ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વડાપ્રધાન મોદીની 2018ની જકાર્તા યાત્રા દરમિયાન સાબાંગ પોર્ટના વિકાસ અને દરિયાઈ સહયોગ વધારવા પર સહમતિ બની હતી. આ પોર્ટ ભારતની સરહદ એટલે કે અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહની ખૂબ જ નજીક આવેલું છે. આ પોર્ટના વિકાસથી બંને દેશો વચ્ચે દરિયાઈ સંપર્ક, લોજિસ્ટિક સહયોગ અને હિંદ મહાસાગરમાં દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનશે.

PM Modi in Indonesia: 85% મુસ્લિમ વસ્તી છતાં ઇન્ડોનેશિયા પર હિન્દુ સંસ્કૃતિની ઊંડી છાપ

ઇન્ડોનેશિયા વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે, તેમ છતાં તેની સાંસ્કૃતિક વિરાસત ભારતીય હિન્દુ-બૌદ્ધ સભ્યતા સાથે 2,000 વર્ષ જૂનો સંબંધ ધરાવે છે. ભારતનું ઇન્ડોનેશિયા પર ક્યારેય શાસન નહોતું, છતાં અહીંની સંસ્કૃતિમાં ભારત વણાયેલું છે:

  • અહીંની સરકારી એરલાઇનનું નામ ગરુડ એરલાઇન’ છે.
  • દેશની ચલણી નોટો પર ભગવાન ગણેશજીની તસવીર છપાઈ ચૂકી છે.
  • ઇન્ડોનેશિયાના બાલી અને જાવામાં આજે પણ રામાયણ અને મહાભારત પર આધારિત નૃત્ય-નાટકો અને રામલીલા ખૂબ જ પ્રચલિત છે.

PM Modi in Indonesia: PM મોદીની અગાઉની ઇન્ડોનેશિયા યાત્રાઓ

પીએમ મોદી આ પહેલા મે 2018માં પ્રથમ વખત ઇન્ડોનેશિયા ગયા હતા. ત્યારબાદ સપ્ટેમ્બર 2023માં તેઓ જકાર્તામાં આયોજિત 20મી આસિયાન (ASEAN)-ભારત સમિટ અને 18મી ઇસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા પહોંચ્યા હતા. હવે આ ત્રીજી મુલાકાત બંને દેશોના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

નિફ્ટીમાં 160 પોઈન્ટનો જોરદાર વધારો, વિદેશી રોકાણકારો (FII) ની ₹1,355 કરોડની ખરીદીથી બજાર ગુલઝાર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે