પીએમ મોદીએ ઇન્ડિયા ગઠબંધન બાબતે વિપક્ષ પર ચાબખા માર્યા

1
46
પીએમ મોદીએ ઇન્ડિયા ગઠબંધન બાબતે વિપક્ષ પર ચાબખા માર્યા
પીએમ મોદીએ ઇન્ડિયા ગઠબંધન બાબતે વિપક્ષ પર ચાબખા માર્યા

ચોમાસું સત્રમાં મણિપુરને લઈને ચાલી રહેલા સંગ્રામ વચ્ચે ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક દરમિયાન વિપક્ષની પાર્ટીના ગઠબંધન ઇન્ડિયા પર ચાબખા માર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે માત્ર ઇન્ડિયા નામ લગાવી દેવાથી કશું થઇ જતું નથી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ ઇન્ડિયા લગાવ્યું હતું. અને ઇન્ડિયન મુજાહિદ્દીનના નામમાં પણ ઇન્ડિયા આવે છે. મોદીએ કહ્યું કે વિપક્ષ વેરવિખેર થઇ ગયો છે અને હેબતાઈ ગયો છે. વધુમાં તેમને કહ્યું કે વિપક્ષના વલણ પરથી એવું લાગી રહ્યું છેકે લાંબા સમયસુધી સત્તામાં આવવાની ઈચ્છા ધરાવતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા સંઘટનમાં પણ ઇન્ડિયા આવે છે . માત્ર ઇન્ડિયા નામ રાખવાથી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ વિપક્ષ કરી રહ્યો છે. પરંતુ દરેક ભારતીય વિપક્ષના આ પ્રકારના વલણથી ગેરમાર્ગે દોરશે નહિ.

PM

સંસદના ચોમાસા સત્રમાં મણિપુને લઈને વિપક્ષ સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ સંસદના ગૃહમાં કરી રહ્યો છે અને ચર્ચા કરવા માંગે છે. પરંતુ સત્તા પક્ષના અને NDA ગઠબંધન તરફથી રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગૃહમંત્રી અમિત શાહ આ બાબતે ચર્ચા કરશે તેવો આગ્રહ રહ્યો છે અને વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યું છે . સંસદના ચોથા દિવસે પણ લોકસભા અને રાજ્યસભા સ્થગિત કરવામાં આવી છે.

એક તરફ વિપક્ષ સતત વડાપ્રધાનના નિવેદનની માંગણી અને ચર્ચા કરવા પર અડગ છે ત્યારે બે દિવસ પહેલા વડાપ્રધાને સંસદની બહાર મણિપુરની ઘટના વિષે દુઃખ વ્યક્ત કર્યું હતું. તે બાબતે પણ વિપક્ષે ઉહરા વિરોધ દર્શાવ્યો હતો.

એક તરફ વિપક્ષનું ગઠબંધન I.N.D.I.A. એ સંસદ્નીમ કાર્યવાહી પહેલા એક બેઠક યોજી હતી તેમાં મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવો તે અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. હવે વિપક્ષ એક તરફ સંસદની બહાર ધારણા પ્રદર્શન કરી રહ્યું છે અને એક તરફ મણિપુર મામલે સત્તાપક્ષ અને મોદી સરકારને ઘેરવામાં એક પણ તક છોડી નથી ત્યારે વડાપ્રધાને ભાજપની સંસદીય દળની બેઠકમાં વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન પર અક્ર પ્રહાર કરીને વધુ એક ચર્ચાનો મુદ્દો છેડ્યો છે.

લોકસભા ૨૦૨૪ ચૂંટણી પહેલા વિપક્ષ અને ભાજપ સપૂર્ણ રીતે સજ્જ છે અને અનેક રાજનીતિના ખેલ આગામી સમયમાં જોવા મળી શકે છે .


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.