BJP સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ નથી તેવો પક્ષ બતાવો : દેવગૌડા

0
56

JDSના સુપ્રીમો અને પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાએ લોકસભા 2024 ચૂંટણીઓ પહેલા ભાજપ વિરોધી મોરચો બનાવવાના પ્રયાસ પર કહ્યું કે મને દેશમાં એક પણ એવો પક્ષ બતાવો જેનો પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ ભાજપ સાથે નથી. તેમને ભાજપ વિરોધી મોરચાના સંદર્ભે આ દિગ્ગજ રાજનેતાએ પોતાના વિચારો રજૂ કર્યા અને પત્રકારોના સવાલોના જવાબ આપતા આ વાત કહી છે.

પૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ ભાજપ વિરોધી મોરચો નીતીશ કુમાર કરી રહ્યા છે તે વિશે સવાલના જવાબમાં કહ્યું કે મે દેશની રાજનીતિને ખુબ નજીકથી જોઈ છે અને વિગતવાર વિશ્લેષણ કરી શકું તેમ છું. પરંતુ તેનો શું ફાયદો ? દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાએ વિપક્ષોના મહા ગઠબંધન વિષે આજે સવાલ કર્યો કે મને બતાવો કઈ વિપક્ષી પાર્ટીએ ભાજપા સાથે કામ ના કર્યું હોય અથવા તેમની સાથે જોડાઈ ના હોય. અને ગઠબંધન વિષે અગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે તેમ કહ્યું હતું.

અહી ઉલ્લેખનીય છેકે દેશમાં આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તૈયારીઓ દરેક પક્ષે શરૂ કરી દીધી છે અને તેમાં વિપક્ષ આક્રમક દેખાઈ રહ્યો છે. ખાસ કરીને ભાજપ સામે મહા ગઠબંધનમાં દરેક વિપક્ષ જોડાય તે માટે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર મહેનત કરી રહ્યા છે સાથેજ 12 જુને એક બેઠક પણ યોજાશે. આ ઉપરાંત શરદ પવાર કહી ચુક્યા છેકે હું વડાપ્રધાન પદની રેસમાં નથી.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે અને ત્યાં ભારતીય સમુદાય ના કાર્યક્રમોમાં ભાજપ અને RSS પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. ભાજપ અને RSS પણ તેનો વળતો જવાબ આપી રહી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ