ARVIND KEJRIWAL : સરેન્ડર પહેલા કેજરીવાલે કાર્યકરોને કર્યું સંબોધન, કહ્યું દેશને બચાવવા જેલ જઈ રહ્યો છુ !!  

0
148

ARVIND KEJRIWAL : સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ 21 દિવસની વચગાળાની જામીનની મુદત પૂરી થયા બાદ અરવિંદ કેજરીવાલ આજે તિહાર જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરશે. આ પછી તે તિહાર જેલમાં જશે. શરણાગતિ પહેલા કેજરીવાલ રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીની સમાધિ પર ફૂલ અર્પણ કર્યા હતા.  

ARVIND KEJRIWAL :  સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ 21 દિવસની વચગાળાની જામીનની મુદત પૂરી થયા બાદ અરવિંદ કેજરીવાલ આજે તિહાર જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરશે. આ પહેલા કેજરીવાલ સિવિલ લાઈન્સ વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાનથી રાજઘાટ જવા રવાના થયા હતા. કેજરીવાલે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર ફૂલ અર્પણ કર્યા હતા.

ARVIND KEJRIWAL

 રાજઘાટ બાદ કેજરીવાલ કનોટ પ્લેસના હનુમાન મંદિર પહોંચ્યા. અહીં તેમણે હનુમાનજીના દર્શન કર્યા હતા અને પૂજા અર્ચના કરી હતી.

આ પછી મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના કાર્યાલય પહોંચ્યા હતા. અહીં તેઓ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.

ARVIND KEJRIWAL :  અરવિંદ કેજરીવાલે કાર્યકરોને સંબોધ્યા

સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનની શરૂઆત ભારત માતા કી જયથી કરી હતી. સૌપ્રથમ તો તેમણે ચૂંટણી પ્રચાર માટે આપવામાં આવેલી મુદત માટે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો. કેજરીવાલે કહ્યું કે આ 21 દિવસ મારા માટે અવિસ્મરણીય છે. મેં આ 21 દિવસમાં એક મિનિટ પણ બગાડ્યો નથી. મેં દેશ બચાવવા માટે દેશભરમાં અભિયાન ચલાવ્યું.

ARVIND KEJRIWAL

ARVIND KEJRIWAL :   એક્ઝિટ પોલ પર વિશ્વાસ ના કરો

ARVIND KEJRIWAL

વધુમાં એક્ઝિટ પોલ અંગે કેજરીવાલે કહ્યું કે આ તમામ નકલી છે. કારણ કે ભાજપને વધુ બેઠકો આપવી પડશે તેવું ઉપરથી આવ્યું હશે. કેજરીવાલે કહ્યું કે ત્રણ દિવસ પહેલા નકલી એક્ઝિટ પોલ કરાવવાની શું જરૂર હતી. તેમણે કહ્યું કે એક્ઝિટ પોલ પર વિશ્વાસ ન કરો. સીએમ કેજરીવાલે કહ્યું કે હું જેલમાં જઈ રહ્યો છું, મને ખબર નથી કે હું ક્યારે પાછો આવીશ. પરંતુ મારા લોહીનું દરેક ટીપું દેશ માટે છે. તેણે કહ્યું કે હું દેશને બચાવવા માટે જેલમાં જઈ રહ્યો છું.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો