White Number Plate: સફેદ નંબર પ્લેટ વાળી પેસેન્જર ટુ વ્હીલર સામે ‘રીક્ષા ભરો આંદોલન’ની ચીમકી

0
189
White Number Plate: સફેદ નંબર પ્લેટ વાળી પેસેન્જર ટુ વ્હીલર સામે 'રીક્ષા ભરો આંદોલન'ની ચીમકી
White Number Plate: સફેદ નંબર પ્લેટ વાળી પેસેન્જર ટુ વ્હીલર સામે 'રીક્ષા ભરો આંદોલન'ની ચીમકી

White Number Plate: હાલમાં રાજ્યમાં ટેક્સી ચાલકો અને રીક્ષા ચાલકો પોત પોતાની રીતે અલગ અલગ રીતે આંદોલનો કરી રહ્યા છે. જેમાં ટેક્સી ચાલકો ઓલા ઉપર અને રેપીડો જેવી કંપની સામે જ પોતાની સાથે અન્યાય થતો હોવાના આક્ષેપો કરી રહ્યા છે. પૂરતું ભાડું ન મળવાના આક્ષેપો કરી રહ્યા છે કંપનીઓ પોતાની મનમાની કરીને ડ્રાઇવરોને હેરાન કરવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.

White Number Plate: સફેદ નંબર પ્લેટ વાળી પેસેન્જર ટુ વ્હીલર સામે 'રીક્ષા ભરો આંદોલન'ની ચીમકી
White Number Plate: સફેદ નંબર પ્લેટ વાળી પેસેન્જર ટુ વ્હીલર સામે ‘રીક્ષા ભરો આંદોલન’ની ચીમકી

White Number Plate: સફેદ નંબર પ્લેટ વાળી પેસેન્જર ટુ વ્હીલર વિવાદ

આ બધા વચ્ચે હવે રિક્ષા ચાલકો પણ શહેરમાં આંદોલન કરવાના મૂડમાં ઉતરી આવ્યા છે. રીક્ષા ચાલકોનું કહેવું છે કે, સફેદ નંબર પ્લેટ વાળા મોટર વ્હીકલ પેસેન્જર ભાડા માટે ચલાવી લેવામાં નહીં આવે. અમદાવાદ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કામગીરી ના કરતા આરટીઓમાં રીક્ષા ભરો આંદોલન કરવાની  ચીમકી આપી છે.

આ આંદોલનમાં અમદાવાદ શહેરના અલગ અલગ મોટાભાગના રીક્ષા સંગઠનો મળીને 1,000 થી પણ વધારે રીક્ષાઓ આરટીઓમાં ભરવાની ચીમકી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 16 એપ્રિલ 2021 ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યાલય દ્વારા એક લેટર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સફેદ નંબર પ્લેટ વાળા મોટર વ્હીકલ પેસેન્જર ભાડા માટે ચલાવી લેવામાં નહીં આવે તેમ છતાં અમદાવાદ આરટીઓ અને ટ્રાફિક પોલીસ કેમ ચલાવી રહ્યું છે?

White Number Plate: સફેદ નંબર પ્લેટ વાળી પેસેન્જર ટુ વ્હીલર સામે 'રીક્ષા ભરો આંદોલન'ની ચીમકી
White Number Plate: સફેદ નંબર પ્લેટ વાળી પેસેન્જર ટુ વ્હીલર સામે ‘રીક્ષા ભરો આંદોલન’ની ચીમકી

આ અગાઉ સાત જુલાઈના રોજ કલેક્ટર ઓફિસ સુધી મોટી રેલી કાઢીને રજૂઆત કરી હતી ગઈ 24 તારીખે અમે લોકોએ 24 કલાક સુધી હડતાલ પણ કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે આટલું બધું કર્યા પછી પણ સરકાર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી, જેથી હવે આવનારા દિવસોમાં યુનિયન ‘જેલ ભરો આંદોલન’ની જેમ આરટીઓમાં ‘રીક્ષા ભરો આંદોલન’ કરીશે અને તમામ રીક્ષા આરટીઓમાં જમા કરાવી રીક્ષાની તમામ ચાવીઓ આરટીઓ ઓફિસમાં સોંપી દેશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો