Home State Gujarat Assault in Bhavnagar: ભાવનગરના કોબડીમાં લોહિયાળ ખેલ, ભાઈનું વેવિશાળ તૂટવાની દાજ રાખી...

Assault in Bhavnagar: ભાવનગરના કોબડીમાં લોહિયાળ ખેલ, ભાઈનું વેવિશાળ તૂટવાની દાજ રાખી દંપતી અને પુત્રી પર 4 શખ્સોનો ધોકા વડે હુમલો!

0
96
Assault in Bhavnagar
Assault in Bhavnagar

Assault in Bhavnagar: ભાવનગર તાલુકાના કોબડી ગામે કૌટુંબિક અને સામાજિક વિવાદમાં લોહિયાળ હુમલો થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાઈની સગાઈ (વેવિશાળ) તૂટી જવાની દાજ રાખીને એક મહિલા સહિત ચાર ઈસમોએ હથિયારો સાથે ઘરમાં ઘૂસી દંપતી અને તેમની પુત્રી પર લાકડી તથા ધોકા વડે નિર્મમ હુમલો કર્યો હતો. આ હિંસક હુમલામાં આખા પરિવારને ગંભીર ઈજાઓ પહોંચી છે, જે અંગે વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

Assault in Bhavnagar

Assault in Bhavnagar: સગાઈ તૂટતાં અદાવત રાખી હુમલો કર્યો

 મળતી વિગતો મુજબ, મૂળ નવા રતનપર ગામના વતની અને હાલ કોબડી ગામે રહેતા ભાનુબેન ગોરધનભાઈ વેગડના ભાઈ લાલજીભાઈની સગાઈ ક.પરા ખાતે થઈ હતી. કોઈ કારણોસર આ સગાઈ તૂટી ગઈ હતી. સગાઈ તૂટી જતાં સામા પક્ષે ભારે અદાવત રાખી હતી. આ જ આક્રોશમાં ગોપાલ, હાર્દિક, અનીતાબેન અને ચિરાગ નામના ચાર શખ્સો બે મોટરસાયકલ પર સવાર થઈને હથિયારો સાથે ભાનુબેનના ઘરે ધસી આવ્યા હતા.

Assault in Bhavnagar: પરિવાર બચાવવા વચ્ચે પડ્યો તો ધોકાવાળી કરી

 ઘરે આવીને આ ચારેય શખ્સોએ અચાનક ગાળો ભાંડી હુમલો કરી દીધો હતો. હુમલાખોર ગોપાલે ભાનુબેનને માથાના ભાગે લાકડીનો ફટકો મારી લોહીલુહાણ કરી દીધા હતા. પત્નીને બચાવવા માટે જ્યારે પતિ ગોરધનભાઈ વચ્ચે પડ્યા, ત્યારે હાર્દિક ઉર્ફે ભોલાએ લાકડાના ધોકાનો આકરો ઘા ઝીંકી તેમને પણ ઈજા પહોંચાડી હતી. આટલેથી ન અટકતા, નરાધમોએ તેમની દીકરી રવિનાબેનને પણ લાકડીઓ વડે બેરહેમીથી ફટકારી હતી અને સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.

Assault in Bhavnagar: વરતેજ પોલીસ મથકે ગુનો દાખલ

 આ હિંસક બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભોગ બનનાર ભાનુબેન વેગડે આ મામલે વરતેજ પોલીસ મથકમાં એક મહિલા સહિત ચારેય હુમલાખોરો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 ગોલ્ડ સ્મગલિંગની સુપર મોડસ ઓપરેન્ડી, વિમાનના શૌચાલયમાં કાળી ટેપમાં છુપાવેલા ૨૪ સોનાના બિસ્કિટ જપ્ત.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે