પાકિસ્તાની ભારતીય સૈનિકોને ગમે તેટલી ચા પીવડાવી શકે છે : ભુટ્ટો

0
162

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ફરી ભારતને લઈને ઝેરીલા બોલ બોલ્યા છે. તેમણે કહ્યું છે કે, “જમ્મૂ-કાશ્મીરને લઈને ભારત આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ભારતે સુરક્ષા પરિષદના નિયમો હેઠળ સાત દાયકા જૂનું વચન તોડવું પડશે અને લોકમત યોજવો પડશે. આજે ભારતે કાશ્મીરને એક ખુલ્લી જેલમાં ફેરવી દીધું છે, જ્યાં કાશ્મીરીઓ ભયના છાયામાં શ્વાસ લેવા માટે મજબૂર છે. ભારતીય દળો કાશ્મીરીઓ પર અત્યાચાર કરી રહ્યા છે. 5 ઓગસ્ટ 2019ના રોજ ભારતે એકતરફી નિર્ણય લીધો અને કાશ્મીરીઓ પર અત્યાચારનો નવો રસ્તો શરૂ કર્યો હતો. ભારત કાશ્મીરમાં સ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. આટલું બધું થયા પછી પણ આંતરરાષ્ટ્રીય સમુદાય કેવી રીતે ચૂપ બેસી શકે? ભારત આતંકવાદના આરોપોની આડમાં કાશ્મીરના મુદ્દાને ટાળી શકે નહીં. કાશ્મીર વિના પાકિસ્તાન અધૂરું છે. પાકિસ્તાન અને કાશ્મીરના લોકો સમાન સંસ્કૃતિ, સભ્યતા અને રીતરિવાજો ધરાવે છે. પાકિસ્તાન ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ આ સંબંધો વિવાદોને ટાળીને નહીં પરંતુ તેને ઉકેલવાથી પ્રાપ્ત કરી શકાય છે. પાકિસ્તાનની સેના ભારતીય સેના સામે બને તેટલી ધીરજ રાખી રહી છે. પાકિસ્તાની ભારતીય સૈનિકોને ગમે તેટલી ચા પીવડાવી શકે છે.”