ઐતિહાસિક વારસો , સંસ્કૃતિ, તથા પ્રકૃતિના દર્શન કરાવતા ચિત્રકારો

1
128
ઐતિહાસિક વારસો , સંસ્કૃતિ, તથા પ્રકૃતિના દર્શન કરાવતા ચિત્રકારો
ઐતિહાસિક વારસો , સંસ્કૃતિ, તથા પ્રકૃતિના દર્શન કરાવતા ચિત્રકારો

ભારત કળા તથા સંસ્કૃતિ માટે વિશ્વમાં પ્રચલિત છે. માટે કલા ભારતીય ઘરેણું છે. ચિત્રકાર એટલેકે કલાસર્જક બનવું એ પ્રકૃતિના સર્જક પરમાત્માના આશિર્વાદ છે. કલા  પ્રત્યેનો લગાવ, તેની સમજ, વિશેષ દ્રષ્ટિકોણ એ કળા સર્જનના મુખ્ય અવયવો છે. જેનું ચિત્રકલામાં ખુબજ મહત્વ છે. રિયાલીસ્ટીક આર્ટ હોય, એબસ્ટ્રેક આર્ટ હોય કે ક્રિએટીવ આર્ટ હોય પ્રત્યેકમાં પોતાની આગવી વિશેષતા હોવી ખુબ જરૂરી છે.

ઐતિહાસિક વારસો , સંસ્કૃતિ, તથા પ્રકૃતિના દર્શન કરાવતા ચિત્રકારો

ધ  આર્ટ ગેલેરી અમદાવાદ ની ગુફા ખાતે ચાર ચિત્રકારો નો  સુંદર ગ્રૂપશો યોજાવામાં આવ્યો. જેમાં અમી મેવાડા એ અમદાવાદ  તથા માણેકચોક જેવા સ્થળો ના હેરીટેજ મકાનોના ડીટેલમાં સુંદર આર્કિટેક્ચર ડ્રોઇંગ, મંડલા આર્ટ તથા બુદ્ધ જેવા વિષયો પર ચિત્રો રજુ કર્યા હતા. અમી મેવાડા હાલ આર્કિટેક્ચર ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. મિહિર ભાવસાર પણ આર્કિટેક્ચર ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મિહિરે કેન્વાસ પર વાસ્તવિક કલામાં સુંદર ચિત્રો બનાવ્યા છે. જેમાં પ્રક્રુતિક દ્રશ્યો, ઍબ્સ્ટ્રેક તથા સરસ પોટ્રેટ દર્શાવ્યા હતા. સ્નેહા ગર્ગે એ ભારતીય પ્રાચીન રાજસ્થાની કલા મિનિએચર  આર્ટ ઉપર સુંદર પેઇન્ટિંગ બનાવ્યા જેમાં પોતાના વિચારો તથા આકરોમાં આગવી પદ્ધતિ ધ્વારા ચિત્ર સર્જન કર્યું હતું. તેમજ ટ્રાવેલનો શોખ હોવાથી ટ્રાવેલ દરમિયાન સુંદર દ્રશ્યોને પોતાની કલામાં ઉપસાવ્યા હતા જે આ પ્રદર્શન મા પ્રદર્શિત કર્યાં હતા. વિમલા ટીકયાંની એ ૨૦0૦માં ઇન્ટીરિયર  ડિઝાઈન નો અભ્યાસ પૂરો કર્યો હતો. તેઓએ પણ હેરિટેજ મકાનોને આર્કિટેક્ચર ડિઝાઇન માં ખૂબજ કુશળતા પૂર્વક રજુ કર્યા હતા. જેમાં કેવ્ઝ આર્કિટેક તથા પથ્થરની શિલાઓ કોતારીને તૈયાર કરેલા કલાત્મક મંદિરો તેમજ અમદાવાદ ના કલાત્મક મકાનો દર્શાવ્યા હતા.આ ચારેય કલાકારો અર્બન સ્કેચર ગ્રૂપમાં સ્કેચિંગ કરવા માટે જોડાયેલ હોઈ એકબીજાના પરિચયમાં આવ્યા અને અમદાવાદની ગુફા ખાતે એક સુંદર ગ્રૂપશો યોજાવાનું નક્કી કર્યું. જે શો કલા દર્શકોએ પ્રેમથી વધાવી લીધો.

ઐતિહાસિક વારસો , સંસ્કૃતિ, તથા પ્રકૃતિના દર્શન કરાવતા ચિત્રકારો

ગુજરાતની ધરતી પર ઐતિહાસિક વારસો, ભવ્ય પ્રાચીન સંસ્કૃતિ અને પ્રાચીન ધરોહર ખૂણે ખૂણે જોવા મળે છે . ગુજરાતના અનેક ચિત્રકારોએ આ તમામ સ્થળોને કેનવાસ, કાગળ પર રંગો અને પીંછી વડે અદ્ભુત સર્જન કરીને લોકોને આ ભવ્ય વારસાને સાચવવાનો સંદેશો પણ આપે છે. ગુજરાતનો દરિયાકાંઠો,કચ્છ સૌરાષ્ટ્રની ગરમીન સંસ્કૃતિ હોય કે આદિવાસી સંસ્કૃતિ આ તમામ પર અનેક કલાકારોએ સમયાન્તરે ચિત્ર સર્જન કરીને વારસો જીવંત રાખ્યો છે.

WhatsApp Image 2023 07 05 at 17.37.362 1

કોણ કહે છે ઈશ્વર  છે દેવાલયો મા …!!

અહીં પણ નઝર નાખો !!!!

ચિત્રકારો ના રંગો માં રોજ મળશે….

1 COMMENT

Comments are closed.