રાજ્યમાં આજથી ઓરેન્જ એલર્ટ

0
60

ગરમીનો પારો 43થી 45 થવાની શક્યતા

રાજ્યમાં આજથી ગરમીનો પારો ઉંચે જવાની શક્યતા છે અને રાજ્યભરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ આ એલર્ટના પગલે નાગરિકોએ શું કાળજી રાખવી તેની માહિતી બહાર પાડવામાં આવી છે.

તંત્રએ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રો અને સીટી બસ સ્ટોપ પર ઓ આર એસની સગવડ નાગરિકોને મળી રહે તે વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ તાપમાન ઊંચું જશે અને વાતાવરણ ગરમ રહેશે.

તંત્ર દ્વારા આપવામાં આવેલી સુચના અનુસાર નાગરિકોએ ઠંડા વાતાવરણમાં રહેવાની સુચના આપવામાં આવી છે આ ઉપરાંત બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન તડકામાં કે ખુલ્લામાં જતા પહેલા લૂ ન લાગે તેની સાવચેતી રાખવી અને પાણી સતત પીવું જોઈએ .

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ