HomeBreaking Newsપાકિસ્તાનમાં ઈમરાનની ધરપકડ બાદ હિંસા

પાકિસ્તાનમાં ઈમરાનની ધરપકડ બાદ હિંસા

લાહોરમાં ગવર્નરનો બંગલો સળગાવાયો

પાકિસ્તાનના પૂર્વ પ્રધાન મંત્રી ઇમરાન ખાનની ગઈકાલે ધરપકડ થયા બાદ સમગ્ર દેશમાં હિંસા અને તોડફોડના સમાચાર મળી રહ્યા છે. પીટીઆઈના સમર્થકો પેશાવર,ઇસ્લામાબાદ,લાહોર સહિત મોટા શહેરોમાં દેખાવો કરી રહ્યા છે.

પાકિસ્તાનના દરેક ખૂણેથી આગચંપી અને તોડફોડના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. ઇમરાન ખાનની પાર્ટીના કાર્યકરોએ રાવલપીંડી ખાતે આવેલા આર્મી હેડ કવાર્ટરમાં તોડફોડ કરી હતી.

લાહોર શહેરમાં પણ હિંસા ફાટી નીકળી છે અને ગવર્નરનું મકાન સળગાવાયું છે. કરાંચીના કેંટ વિસ્તારમાં હુમલાના સમાચાર મળી રહ્યા છે.

અહી ઉલ્લેખનીય છેકે ઇમરાનખાન ની અબજો રૂપિયાના કૌભાંડ ના આરોપી છે અને ગઈકાલે હાઇકોર્ટમાં જઈ રહ્યા હતા અત્યારે પાકિસ્તાની આર્મીએ ધરપકડ કરી હતી.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments