HomeGujaratHigh-Profile Party Busted:  25મી વેડિંગ એનિવર્સરીની પાર્ટીમાં પોલીસ ત્રાટકી! 'નિર્વાણા ગ્રીન્સ'માં ચાલતી...

High-Profile Party Busted:  25મી વેડિંગ એનિવર્સરીની પાર્ટીમાં પોલીસ ત્રાટકી! ‘નિર્વાણા ગ્રીન્સ’માં ચાલતી દારૂ-હુક્કાની મહેફિલ ઝડપાઇ

High-Profile Party Busted:  અમદાવાદના સાણંદ પાસે આવેલા ગોરસ સીમમાં ‘નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ’માં મોડી રાત્રે પોલીસે ફિલ્મી ઢબે રેડ કરી હાઇપ્રોફાઇલ મહેફિલનો પર્દાફાશ કર્યો છે. એક દંપતીની લગ્નજીવનની 25મી વર્ષગાંઠની ઉજવણીમાં દારૂ અને હુક્કાની છોળો ઉડી રહી હતી, ત્યારે જ સાણંદ પોલીસે ત્રાટકીને 81 લોકોની અટકાયત કરી છે.

High-Profile Party Busted:   પાર્ટીની વિગતો અને હાઇપ્રોફાઇલ મહેમાનો

High-Profile Party Busted

આ મહેફિલમાં શહેરના નામી બિલ્ડરો, વેપારીઓ અને ડોક્ટરો સહિતના માલેતુજાર પરિવારના લોકો સામેલ હતા.

  • કુલ અટકાયત: 81 યુવક-યુવતીઓ (38 યુવતીઓ અને 43 યુવકો).
  • ઉંમર: પકડાયેલા મોટાભાગના લોકો 35 થી 40 વર્ષથી વધુ વયના છે.
  • જપ્ત મુદ્દામાલ: 10થી વધુ હુક્કા, વિદેશી દારૂની બોટલો અને 20થી વધુ લક્ઝરીયસ ગાડીઓ.

 11 ટેબલ પર કેક, દારૂ અને હુક્કાનો જલસો!

High-Profile Party Busted

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિકેન્ડ હોમમાં ખાસ ફૂડ કાઉન્ટર ગોઠવવામાં આવ્યા હતા. 11 જેટલા ટેબલ પર મહેમાનો માટે કેક સાથે દારૂ અને હુક્કા પીરસવામાં આવી રહ્યા હતા. જેવી પોલીસે રેડ કરી કે તરત જ મહેફિલમાં અફરાતફરી મચી ગઈ હતી.

High-Profile Party Busted:   મેડિકલ ટેસ્ટ અને હાઇ વોલ્ટેજ ડ્રામા

અટકાયત કરાયેલા તમામ લોકોને સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા છે. મોડી રાત્રે સાણંદ પોલીસ સ્ટેશનમાં વગદાર પરિવારોના લોકો ઉમટી પડતા ભારે ડ્રામા જોવા મળ્યો હતો. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આવા ગેરકાયદેસર આયોજનો પર ઝીરો ટોલરન્સ’ નીતિ સાથે સખત કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :Vadodara Tragedy: વડોદરામાં યુવતીએ એપાર્ટમેન્ટ પરથી મોતની છલાંગ લગાવી, CCTV સામે આવ્યા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments