Home State Gujarat Vadodara Tragedy: વડોદરામાં યુવતીએ એપાર્ટમેન્ટ પરથી મોતની છલાંગ લગાવી, CCTV સામે આવ્યા

Vadodara Tragedy: વડોદરામાં યુવતીએ એપાર્ટમેન્ટ પરથી મોતની છલાંગ લગાવી, CCTV સામે આવ્યા

0
357
Vadodara
Vadodara

Vadodara Tragedy:  વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે, જ્યાં 20 વર્ષીય યુવતીએ એપાર્ટમેન્ટ પરથી કૂદીને આપઘાત કરતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. આ ઘટનાના CCTV દૃશ્યો પણ સામે આવ્યા છે, જ્યારે આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મકરપુરા વિસ્તારમાં આવેલા હવેલી રેસકોમ એપાર્ટમેન્ટમાં રહેતી ભૂમિબેન ભદાણી 31 જાન્યુઆરીના રોજ પોતાના ઘરે હાજર હતી. દરમિયાન અચાનક એપાર્ટમેન્ટના ચોથા માળેથી પડતા જ જોરદાર અવાજ થયો હતો. અવાજ સાંભળીને સોસાયટીના રહેવાસીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી.

Vadodara Tragedy: હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત

108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવતીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે ડોક્ટરે તપાસ બાદ યુવતીને મૃત જાહેર કરી હતી. આ ઘટનાથી સોસાયટી તેમજ પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

Vadodara Tragedy

Vadodara Tragedy: કારણ જાણવા પોલીસ તપાસમાં

ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. યુવતીના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. હાલ પોલીસ યુવતીએ આ અતિશય પગલું શા માટે ભર્યું તેની તપાસ કરી રહી છે. મૃતક યુવતીના પરિવારજનો, પાડોશીઓ અને મિત્રોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Vadodara Tragedy

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ભૂમિબેનએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તે ઘરે રહેતી હતી. યુવતીના અચાનક આપઘાતથી પરિવારજનો પણ ગહન આઘાતમાં છે.

મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ. ગોહિલે જણાવ્યું હતું કે, યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને આપઘાત પાછળના કારણો જાણવા માટે તપાસ ચાલુ છે.

આ પણ વાંચો : ગુજરાતના મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: દસ્તાવેજ નોંધણીના નિયમોમાં ફેરફાર, હવે વધારાની ફી ભરવી પડશે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે