Home Breaking News Nitin Patel   :  ગુજરાત ભાજપમાં જુથવાદનું મોટું ઉદાહરણ, નીતિન કાકાએ સ્ટેજ પરથી...

Nitin Patel   :  ગુજરાત ભાજપમાં જુથવાદનું મોટું ઉદાહરણ, નીતિન કાકાએ સ્ટેજ પરથી જ કહ્યું “તમે આજ કાલના આવેલા અમને શીખવાડશો?”

0
847
Nitin Patel
Nitin Patel

Nitin Patel  : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપમાં જૂથવાદ સ્પષ્ટ થયો છે. ભાજપના ટોચના નેતાઓની કામગીરીથી વરિષ્ઠ નેતા નીતિન પટેલ નારાજ હોય તેવું લાગે છે. કડીમાં એક સભામાં નીતિન પટેલે કહ્યું કે આજકાલના આવેલા લોકો અમને સલાહ આપે છે. તેમણે ભાજપમાં પોતે કરેલા સંઘર્ષની વાત પણ કરી હતી.

Nitin Patel

Nitin Patel  : ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પાટીદાર સમુદાયના અગ્રણી નીતિન પટેલ આજકાલ ભાજપની લીડરશિપથી નારાજ હોય તેમ લાગે છે. ભાજપમાં જે રીતે ભરતીમેળા ચાલે છે તે વિશે લાંબા સમય સુધી ચૂપ રહ્યા પછી નીતિન પટેલનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે. મંગળવારે કડીમાં એક કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે જાહેરમાં પોતાનો બળાપો કાઢ્યો અને કહ્યું કે, આજકાલના આવેલા લોકો અમને શું શીખવાડવાના? કેટલાક લોકોને ઘરનો શીરો ય ખીચડી જેવો લાગે અને પારકાની ખીચડી પણ માવા જેવી લાગે છે. તેમણે કહ્યું કે “આજે ભાજપમાં ભરતીમેળો ચાલે છે જ્યારે અમે તો માર ખાઈ ખાઈને મરી ગયા.”

Nitin Patel  :  લોકસભાની ચૂંટણી અગાઉ ભાજપમાં ભરતીમેળો ચાલે છે અને કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને કેસરિયો ખેસ પહેરાવવામાં આવી રહ્યો છે. દેખીતી રીતે જ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં સડસડાટ આગળ વધી રહ્યા છે જે ભાજપના કેટલાક જૂના નેતાઓને પસંદ નથી. આ બધા સામે નીતિન પટેલનો અણગમો પણ હવે છુપો રહ્યો નથી. તેઓ ચોક્કસપણે ભાજપના કોઈ ટોચના નેતા સામે ટિપ્પણી કરી રહ્યા હતા જેના કારણે ભાજપમાં બહારના લોકોની ભરતી કરવામાં આવી રહી છે.

Nitin Patel

Nitin Patel  :  આજ કાલના આવેલા અમને શીખવાડશો?

અહીં એ યાદ રાખવું જરૂરી છે કે થોડા દિવસો અગાઉ નીતિન પટેલ મહેસાણાની બેઠક પર થી લોકસભાની ચૂંટણી લડશે તેવું માનવામાં આવતું હતું. ત્યાર બાદ અચાનક તેમણે સ્વેચ્છાએ જાહેરાત કરી કે તેઓ ચૂંટણી લડવા માગતા નથી. પરંતુ કડી ખાતે નગરપાલિકાનાં લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાજપમાં જૂથવાદનો સ્વીકાર કર્યો છે તેમ કહી શકાય. નીતિન પટેલે કહ્યું કે, “ચૂંટણીમાં મે કહ્યું કે ભરતને મદદ કરો, મને કહેવાયું કે ભરત ન ચાલે. તમે આજકાલના આવેલા, આજકાલના કડીને જાણતા થયેલા, કડીમાં કાઈ તમને ખબર નથી. તમે આજ કાલના આવેલા અમને શીખવાડશો?”

Nitin Patel   : નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “કડીમાં કયો કાર્યકર ચાલે અને કયો કાર્યકર ના ચાલે એની મારા જેટલી કોઈને ખબર નહિ હોય. આપણે કોઈની ચમચાગીરી નથી કરવાની પણ તટસ્થતાથી કામ કરવાનું છે. પ્રજા મારી જોડે છે, મારે કાઈ લેવાનું નથી કે ચુંટણી લડવાની નથી, હું ઉમેદવાર નથી એ પહેલેથી જાહેર કરી દીધું છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે