Home Breaking News Banaskantha news :  ખરો જંગ તો જામશે બનાસકાંઠામાં, પહેલીવાર મહિલા vs મહિલા...

Banaskantha news :  ખરો જંગ તો જામશે બનાસકાંઠામાં, પહેલીવાર મહિલા vs મહિલા  

0
744
Banaskantha news
Banaskantha news

Banaskantha news :  કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે પોતાની બીજી યાદી જાહેર કરી છે. જેમાં 43 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે વાવના ધારાસભ્ય અને ફાયરબ્રાંડ મહિલા તરીકે જાણીતા ગેનીબેન ઠાકોરના નામ પર મોહર લગાવી છે. વાવમાં સતત બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવતા ગેનીબેનને ટિકિટ આપતા સમગ્ર વાવ પંથકમાં અને ઠાકોર સમાજ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. લોક પ્રશ્નને ખુલીને વાચા આપતા લોક ચાહના ધરાવતા ગેનીબેનને ટિકિટ આપતા આ વખતે જિલ્લામાં રસાકસીનો જંગ જામશે.

Banaskantha news

Banaskantha news  : જિલ્લામાં સૌ પ્રથમ વખત મહિલા vs મહિલાનો જંગ જામશે

Banaskantha news

Banaskantha news :  ખરો જંગ તો જામશે બનાસકાંઠામાં, પહેલીવાર મહિલા vs મહિલા  ભાજપે પહેલેથી જ ઉમેદવાર તરીકે ડો. રેખાબેન ચૌધરીની નામની જાહેરાત કરી હતી. ત્યારે લોકોની અપેક્ષા મુજબ ગેનીબેનને ટિકિટ મળતા ઈતિહાસમાં પ્રથમ વખત મહિલા સામે મહિલાનો જંગ જામશે. એક તરફ ડૉ. રેખાબેન ચૌધરી પ્રથમ વખત ચુંટણી લડી રહ્યા છે. જેમના દાદા સ્વર્ગસ્થ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસ ડેરીના સ્થાપક છે. અને પરિવાર પહેલેથી જ રાજકારણ જોડે જોડાયેલો છે.

જ્યારે ગેની બેનને ત્રણ વખત ધારાસભ્ય ઉમેદવાર તરીકે ટિકિટ મળી હતી. જેમાં 2012માં શંકર ચૌધરી વિરૂદ્ધ હાર થઈ હતી. ત્યારબાદ બે વખત વાવ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચુંટાઈને આવ્યા હતા. જેમાં અત્યારના વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને 2017માં હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતાં. સતત બીજા ટર્મમાં પણ ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. ત્યારે આ વખતે રસાકસીનો જંગ જામશે તેમ લાગી રહ્યું છે.

Banaskantha news  : કોણ છે રેખાબેન ચૌધરી ?

Banaskantha news

રેખાબેન ચૌધરી પાલનપુરના રહેવાસી છે. ડો. રેખાબેન ચૌધરી બનાસડેરીના સ્થાપક સ્વ ગલબાભાઈ પટેલની પૌત્રી છે. તેઓ ભાજપના સક્રિય કાર્યકર અને મોરબી જિલ્લાના પ્રભારી હિતેશ ચૌધરીના ધર્મ પત્ની છે. તેમણે એમએસસી, એમફિલ અને મેથેમેટિક્સમાં પીએચડીનો અભ્યાસ કર્યો છે. તેઓ એન્જિનિયરિંગ કોલેજમાં અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેમણે બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી, યુવા મોર્ચામાં ત્રણ ટર્મ સુધી પ્રદેશ તેમજ રાષ્ટ્રીયકક્ષાએ વિવિધ જવાબદારીઓ નિભાવી છે. તેઓ મહિલા સશક્તિકરણના કાર્યોમાં સતત સક્રિય જોવા મળે છે. બનાસકાંઠા બેઠક પર ઠાકોર સમાજ બાદ ચૌધરી સમાજનો દબદબો વધુ જોવા મળે છે. તે જોતા ભાજપ દ્વારા તેમની પસંદગી કરાઈ છે.

Banaskantha news  : કોંગ્રેસ દ્વારા ‘બનાસની બેન ગેનીબેન’ કેમ્પેઈન

Banaskantha news

બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે ડો. રેખાબેન ચૌધરીની નામની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનું નામ સતત ચર્ચાતું રહ્યું હતું. કોંગ્રસે દ્વારા બનાસની બેન ગેનીબેન કરીને કેમ્પેઈન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા બેઠક પર ઠાકોર સમાજનો સૌથી વધુ દબદબો વધુ જોવા મળે છે. બનાસકાંઠા જિલ્લો સૌથી વધુ પશુપાલન અને ડેરી ક્ષેત્રે મહત્વનો માનવામાં આવે છે. અને મોટા ભાગે મહિલાઓ આ વ્યવસાય સાથે સંકળાયેલી હોય છે. ત્યારે આ બેઠક પર પણ મહિલાઓના પ્રશ્નોને વાચા આપતી બે દમદાર મહિલાઓની પસંદગી કરવામાં આવી છે. ત્યારે આ બેઠક પર કઈ મહિલા મેદાને મારશે તે આગામી સમયમાં જોવું રહ્યું…

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે