OFFBEAT301 | પ્રેરણા : ફણીન્દ્ર સમા RED BUS ઘરે જવા બસ ના યુવકે ઉભી કરી દીધી કરોડોની કંપની | VR LIVE

0
107
OFFBEAT301 | પ્રેરણા : ફણીન્દ્ર સમા RED BUS
OFFBEAT301 | પ્રેરણા : ફણીન્દ્ર સમા RED BUS

ફણીન્દ્ર સમા RED BUS

આજકાલ દરેક યુવાઓ બિઝનેસ કરવા માંગે છે, પરંતુ દરેકના માર્ગમાં પૈસાની સમસ્યા જરૂર આવે છે. કારણ કે દરેક બિઝનેસ માટે મોટી મૂડી જરૂરી છે. આવી સ્થિતિમાં કાં તો બેંક માંથી લોન લેવામાં આવે છે અથવા નાની બચતથી શરૂઆત કરવામાં આવે છે.

દેશમાં એવા ઘણા યુવા સાહસિકો છે, જેમણે શૂન્યથી ટોચ સુધીની સફર કરીને એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. તેમાં ફણીન્દ્ર સમા RED BUS એક મોટું નામ છે. સૌથી આશ્ચર્ય ની વાત તો એ છે કે જ્યારે ફણીન્દ્ર સમા RED BUS પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, ત્યારે તેમની પાસે માત્ર 5 લાખ રૂપિયા હતા.

SAMA 1

પરંતુ હવે તેમની કંપનીની કિંમત 6985 કરોડ રૂપિયા છે. પરંતુ સફળતાના શિખર સુધી પહોંચવા માટે ફણીન્દ્ર સમાને ઘણી મહેનત કરવી પડી. આજે અમે આપને તેમની સંઘર્ષની કહાની વિશે જણાવીશું…
ફણીન્દ્ર સમાનો જન્મ 15 ઓગસ્ટ 1980ના રોજ તેલંગાણાના નિઝામાબાદ જિલ્લાના એક નાનાકડા ગામમાં થયો હતો. ફણીન્દ્ર સમાએ બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. કોલેજમાં અભ્યાસ કરતી વખતે તેમની મુલાકાત સુધાકર પસુપુનુરી અને ચરણ પદ્મરાજુ સાથે થઈ અને ત્રણેય મિત્રો બની ગયા.

રેડબસને શરૂ કરતા પહેલા ત્રણેયે અલગ-અલગ કંપનીમાં કામ કર્યું. કામ કરતી વખતે ફણીન્દ્ર સમાના મગજમાં પોતાનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો. પછી શું હતું ? તેમણે તેમના મિત્રોને તેના વિશે જણાવ્યું. 2006માં ફણીન્દ્ર સમા, સુધાકર પસુપુનુરી અને ચરણ પદ્મરાજુએ મળીને રેડબસની શરૂઆત કરી.

SAMA 2

ફણીન્દ્ર સમા RED BUS
ફણીન્દ્ર સમાને રેડબસ શરૂ કરવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે તેઓને તહેવારની સિઝનમાં તેમના શહેર જવા માટે બસ ટિકિટ બુક કરાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો. તે જ ક્ષણે ફણીન્દ્ર સમાએ એક એવી સિસ્ટમ બનાવવાનો સંકલ્પ લઈ લીધો, જેનાથી ટિકિટને લઈને સામાન્ય મુસાફરોની સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય. ફણીન્દ્ર સમાના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ રેડબસ ઓનલાઈન પ્લેટફોર્મે ભારતમાં બસ ટિકિટિંગ પ્રક્રિયામાં ક્રાંતિ લાવી દીધી. આ પ્લેટફોર્મે ટિકિટ બુકિંગ પ્રોસેસને સરળ બનાવી દીધી.

રેડબસને દેશભરમાં લાખો ગ્રાહકો મળ્યા અને બિઝનેસ ઝડપથી વધતો ગયો. કંપનીની સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 2007માં રેડબસને 1 મિલિયન ડોલરનું પહેલું ફંડિગ મળ્યું. દેશના કેટલાક મોટા રોકાણકારોના સમર્થનથી રેડબસ થોડા જ વર્ષોમાં ઓનલાઈન ટિકિટિંગ માર્કેટમાં અગ્રેસર બની ગયું.

એક રિર્પોટ મૂજબ, 2013માં RedBusને દક્ષિણ આફ્રિકાના Naspers અને ચીનના Tencentના જોઈન્ટ વેન્ચર ગ્રુપ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યું, જે તે સમયે ઈન્ડિયન સ્ટાર્ટઅપ ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોટો વિદેશી સોદો હતો. આ પ્લેટફોર્મ 828 કરોડ રૂપિયામાં હસ્તગત કરવામાં આવ્યું હતું. જે બાદ થોડા સમય સુધી ફણીન્દ્ર સમા રેડબસ સાથે જોડાયેલા રહ્યા અને પછી અન્ય બિઝનેસ વેન્ચરમાં ચાલ્યા ગયા.

SAMA 4

બિઝનેસની સાથે-સાથે ફણીન્દ્ર સમા વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યોમાં સક્રિયપણે સામેલ થાય છે. તેમણે તેલંગાણા રાજ્યના ચીફ ઈનોવેશન ઓફિસર તરીકે કામ કર્યું અને સરકારને ખાસ સહયોગ આપ્યો.
મુસાફરી એ આજે આપણા બધાની મૂળભૂત જરૂરિયાત છે. બાળકોથી માંડીને વૃદ્ધો સુધી, દરેક વ્યક્તિ દરરોજ ક્યાંક ને ક્યાંક મુસાફરી કરે છે. હેતુ હાંસલ કરવાની ઇચ્છાથી અલગ છે. વિમાનો અને વાહનો સહિત પરિવહનના વિવિધ માધ્યમો ઉપલબ્ધ છે.

જો કે, ઘણા લોકો માટે બસ હજુ પણ પરિવહનનું સૌથી સામાન્ય સાધન છે. ટિકિટ બુક કરાવવાથી મુસાફરોને એક અનોખો અનુભવ મળે છે કારણ કે તે ટિકિટ ખરીદવાની એક સરળ અને અસરકારક રીત છે. રેલવે અને હવાઈ ટિકિટની ખરીદીની સાથે બસ ટિકિટ બુકિંગમાં પણ વધારો થયો છે. પહેલેથી જ એવી ઘણી કંપનીઓ છે જે ઓનલાઇન બસ ટિકિટ બુકિંગ ઓફર કરે છે.