Banaskantha: અંબાજી અને તેના આજુબાજુના વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અંબાજીના હાઇવે માર્ગો પર ઘણા સમયથી ત્યાંથી પસાર થતા લોકોનો મોબાઈલ છીનવી અજાણ્યા વ્યક્તિઓ ફરાર થઈ રહ્યા છે. આ પ્રકારની ઘટનાઓને લઇ અંબાજીના સ્થાનિકો અને બાહરથી આવતા યાત્રાળુઓમાં ભયનો માહોલ છવાયો છે.
Banaskantha: અંબાજી હાઇવે લૂંટની ઘટના
થોડા દિવસ અગાઉ અંબાજી અને દાંતા વચ્ચે આવેલા ત્રિસુલિયા ઘાટ પર લૂંટની ઘટના બની હતી. ત્રિસુલિયા ઘાટી પર ત્યાંથી પસાર થતી એક્ટિવાની પાછળ બાઈક લઈ બે ઈસમોએ પીછો કરી એક્ટિવા આગળ બાઈક આડી કરી પથ્થરમારો કરી એક્ટિવા અને મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ આ લૂંટમાં સંકળાયેલા બે અજાણ્યા વ્યક્તિઓ વિરૂદ્ધ દાંતા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

એલસીબી પાલનપુર અને નેત્રમ ટીમનું સફળ ઓપરેશન
17/07/2024ના રોજ ગુનો દાખલ થતા અને જિલ્લા પોલીસ દ્વારા સૂચન કરાતા એલસીબી પાલનપુર અને નેત્રમ ટીમ સાથે દાંતા પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરાઈ હતી. સમગ્ર ટીમે સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેલ અને બાતમીના આધારે અંબાજીથી આરોપીને પકડી પાડ્યો હતો. જે મૂળ નિવાસી રાજસ્થાનનો છે.
આરોપી જોડેથી લૂંટ કરેલો મુદ્દામાલ અને અગાઉ પણ કરેલી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેની કુલ કિંમત 1,20,000 હતી. લૂંટ અને ચોરીના ગુનામાં બંને આરોપીઓમાંથી એક આરોપીને 21/07/24ના રોજ ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે બીજા આરોપીની તપાસ હજી ચાલુ છે.
એક વધુ ગુનો જે તા.18/07/2024 ના રોજ દાખલ થયેલો હતો જેમાં બે વ્યક્તિઓએ દાંતા ટાઉનમાંથી એક બહેનના મોનીગ વોક દરમ્યાન ગળામાં પહેરેલો સોનાનો દોરો બે તોલાનો જેની કિંમત 12803/- નો લઇ ભાગી ગયા હતા. તેની પણ લૂંટના ગુનામાં પકડાયેલા આરોપી કબુલાત કરી હતી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો