Gujarat Congress :  જાણો ગુજરાત કોંગ્રેસના 7 ઉમેદવારો વિશે ? કેમ કોંગ્રેસે આ 7 ઉમેદવારો પર ઢોળ્યો પસંદગીનો કળશ

0
383
Gujarat Congress
Gujarat Congress

Gujarat Congress  : દેશભરમાં લોકસભા ચૂંટણીનો જંગ જામી ચુક્યો છે, ભાજપ બાદ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે,  મંગળવારે  કોંગ્રેસે પોતાના 43 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જેમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા,  કોંગ્રેસ પાર્ટીને ગુજરાતમાં કોંગ્રેસ ઉમેદવારોના નામ પસંદ કરવામાં ભારે સમય લીધો હોય એવું નામની જાહેરાત પર લાગી રહ્યું છે.    

Gujarat Congress

Gujarat Congress   : લોકસભાની ચૂંટણીની તારીખો હવે ટૂંક સમય માં જાહેર થઇ શકે છે,  ભાજપ-કોંગ્રેસે વારાફરતી ચૂંટણી સમિતિની બેઠક બાદ ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે,  ભાજપે ગુજરાતમાં 15 બેઠકો પર ઉમેદવારોના નામોની ઘોષણા કરી દીધી છે.   કોંગ્રેસ હાઈકમાન્ડે મંગળવાર મોડી સાંજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી જેમાં ગુજરાત કોંગ્રેસના સાત ઉમેદવારોના નામો જાહેર કરાયા હતાં. હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના બે વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને અનંત પટેલ ઉપરાંત એક પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. આ ઉપરાંત અન્ય ચાર બેઠક પર નવા-યુવા ચહેરાને ટિકિટ આપવામાં આવી છે.  

Gujarat Congress   : ખરાખરીનો જંગ તો બનાસકાંઠામાં જામશે

Gujarat Congress   

Gujarat Congress : કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે પોતાની બીજી યાદી જાહેર કરી છે. જેમાં 43 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે વાવના ધારાસભ્ય અને ફાયરબ્રાંડ મહિલા તરીકે જાણીતા ગેનીબેન ઠાકોરના નામ પર મોહર લગાવી છે. વાવમાં સતત બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવતા ગેનીબેનને ટિકિટ આપતા સમગ્ર વાવ પંથકમાં અને ઠાકોર સમાજ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.

લોક પ્રશ્નને ખુલીને વાચા આપતા લોક ચાહના ધરાવતા ગેનીબેનને ટિકિટ આપતા આ વખતે જિલ્લામાં રસાકસીનો જંગ જામશે. આ બેઠક પર ભાજપે રેખા ચૌધરીને મેદાને ઉતાર્યા છે. આ જોતા કશ્મકશનો જંગ ખેલાય તેવી સંભાવના છે. આ ઉપરાંત વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને પણ હાઈકમાન્ડે ચૂંટણી લડવા આદેશ આપ્યો છે. અનંત પટેલને વલસાડ બેઠક પર ટિકિટ અપાઈ છે. ભાજપે હજુ વલસાડ બેઠક પર ઉમેદવારની પસંદગી કરી નથી.

Gujarat Congress   : પાટીદાર ચહરો પોરબંદરથી

Gujarat Congress   

Gujarat Congress : રાજકોટ જિલ્લા કોંગ્રેસના તાજેતરના નવનિયુક્ત પ્રમુખ તરીકે જાહેર થયેલા અને ધોરાજી વિધાનસભાના કોંગ્રેસ પક્ષના માજી ધારાસભ્ય લલિત વસોયાને ફરી એક વખત પોરબંદરની સાંસદીય ચૂંટણી લડવા માટેની તક મળી છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાને કોંગ્રેસ પાર્ટી દ્વારા પોરબંદર સાંસદીય મતવિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.  

બીજીબાજુ પોરબંદર મતવિસ્તાર ની વર્ષ 2024 ની સાંસદીય ચૂંટણીમાં પોરબંદરના ભાજપના ઉમેદવાર તરીકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાને મેદાને ઉતારવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ દ્વારા લલિત વસોયાને રીપીટ કરવામાં આવ્યા છે ત્યારે અહીંયા ચૂંટણીની અંદર લલિત વસોયા સામે ભાજપના રમેશ ધડુકને વર્ષ 2019 ની સંસદીય ચૂંટણી માટે મેદાને ઉતારવામાં આવ્યા હતા જ્યારે આ ચૂંટણીની અંદર ભાજપના રમેશ ધડુક 2,20,000 ઉપરાંતની લીડથી જીત મળી હતી અને લલિત વસોયાની હાર થઈ હતી, તમને જણાવી દઈએ કે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી હવે ભાજપમાં જોડાઈ ગયા છે, માટે હવે લલિત વસોયાને અહી થી વધારે મહેનત કરવી પડી શકે છે.   

 બીજીબાજુ બારડોલી બેઠક પર ભાજી ધારાસભ્ય અમરસિંહ. ઝેડ.ચૌધરીના પુત્ર સિધ્ધાર્થ ચેધરીને ટિકિટ અપાઈ છે. તપી જીલ્લા પંચાયતના સભ્ય, સુમુલ ડેરી અને એપીએમસીના ડીરેક્ટર સિધ્ધાર્થ ચૌધરીની પસંદગી થતા યુવા કાર્યકરોમાં ઉત્સાહ છવાયો છે.

Gujarat Congress   : રાષ્ટ્રીય પ્રવક્તાને કોંગ્રેસે અમદાવાદથી આપી ટીકીટ

Gujarat Congress   

બીજી યાદીમાં કોંગ્રેસે અમદાવાદ પૂર્વ અને પશ્વિમના ઉમેદવારો જાહેર કર્યા છે. અમદાવાદ પૂર્વથી યુવા નેતા રોહન ગુપ્તાને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. 48 વર્ષીય રોહન ગુપ્તા કોંગ્રેસનો જાણીતો ચહેરો છે. તમણે બીઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે સોશ્યલ મીડિયા હેડ તરીકેની જવાબદારી નીભાવી છે તેમજ આઇટી સેલના અધ્યક્ષ તરીકેનો પણ સારો એવો અનુભવ છે. બાદમાં ભાજપ સાથે સાંઠગાંઠ અંગે વિવાદ થયો હતો. તેમના પિતા રાજકુમાર ગુપ્તા પણ કોંગ્રે સના નેતા હતા. રોહનને ટીવી ડિબેટમાં કોંગ્રેસનો પક્ષ રજૂ કરતા અનેકવાર જોઇ શકાયા છે.

આ ઉપરાંત અમદાવાદ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ભરત મકવાણાની પસંદગી કરાઈ છે. તેઓ વર્ષ 1998માં સોજીત્રા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. જયારે કચ્છ બેઠક પર કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ નિતેશ લાલને ટિકિટ અપાઈ છે. લાલનનો ભાજપના સાંસદ વિનોદ ચાવડા સામે મુકાબલો થશે .

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો