Police Bharti  : રાજ્યમાં 472 PSI સહિત 12472 પોલીસકર્મીની ભરતી કરાશે

0
194
Police Bharti
Police Bharti

Police Bharti :  ગુજરાત પોલીસ ભરતીમાં લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની જાહેરાત ભરતી બોર્ડ પર મુકવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં ગુજરાત પોલીસમાં ભરતી તેમજ ફોર્મ ભરવાના નિયમો જાહેર કરવામાં આવશે.

Police Bharti  : લોકસભા ચૂંટણી પહેલાં રાજ્ય સરકાર એક બાદ એક નિર્ણયો લઈ રહી છે. આ નિર્ણયો અંતર્ગત આજે પોલીસબેડમાં મોટી ભરતી કરવાની જાહેરાત કરી દીધી છે. ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપાઇ વર્ગ-3 સંવર્ગની કુલ 12472 ખાલી જગ્યા પર સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મગાવવામાં આવશે.

Police Bharti  : વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે

Police Bharti 


પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Police Bharti  : શારીરિક ધોરણો કેવાં રહેશે?

Police Bharti 


પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું, જે રદ કરવામાં આવ્યું છે. આ સિવાયના શારીરિક ધોરણો લોકરક્ષકની જેમ જ રાખવામાં આવ્યાં છે. આમ, શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે, એના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યાર બાદની Main Examinationમાં ભાગ લઈ શકશે.

Police Bharti  : પહેલાં અને હવેની પરીક્ષામાં કેટલો ફેર રહેશે?

Police Bharti 


પહેલાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની પ્રીલિમ પરીક્ષા(MCQ TEST) લેવામાં આવતી હતી અને આ પ્રીલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના ત્રણ ગણા મેરીટોરિયસ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવતા હતા અને મુખ્ય પરીક્ષા પેપર-1(ગુજરાતી), પેપર-2(અંગ્રેજી), પેપર-3(સામાન્ય જ્ઞાન) તથા પેપર-4 (લીગલ મેટર્સ) દરેકના 100 ગુણ એમ કુલ-400 ગુણની MCQ Test હતી. હવે કુલ-300 ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે, જેમાં બે પેપર રહેશે. પેપર- 1(GENERAL STUDIES(MCQ)) 03 કલાકનું અને 200 ગુણનું રહેશે તથા પેપર- 2(GUJARATI & ENGLISH LANGUAGE SKILL DESCRIPTIVE) 03 કલાકનું અને 100 ગુણનું રહેશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો