પાડોશી દેશ ઈજિપ્તનો ગાઝાના લોકોને શરણ આપવાનો ઈનકાર

0
58
પાડોશી દેશ ઈજિપ્તનો ગાઝાના લોકોને શરણ આપવાનો ઈનકાર
પાડોશી દેશ ઈજિપ્તનો ગાઝાના લોકોને શરણ આપવાનો ઈનકાર

પાડોશી દેશ ઈજિપ્તનો ગાઝાના લોકોને શરણ આપવાનો ઈનકાર

ઈજિપ્તના રાષ્ટ્રપતિ અલ-સીસીનું નિવેદન

ગાઝાના લોકોને શરણ આપવાથી વિવાદનુ સમાધાન થવાનુ નથી : અલ-સીસી

હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલ સતત હમાસ પર હુમલા કરી રહ્યો છે. ત્યારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં પાડોશી દેશ ઈજિપ્તે ગાઝાના લોકોને પોતાના દેશમાં શરણ આપવાનો ઈનકાર કર્યો છે. ગાઝા સાથે ઈજિપ્તની બોર્ડર જોડાયેલી છે અને ગાઝાના હજારો લોકો ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુધ્ધમાં બચવા માટે ઈજિપ્તમાં શરણ લેવા માંગે છે પણ ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતેહ અલ સિસીએ કહ્યુ છે કે, બોર્ડર ખોલવાથી અને ગાઝાના લોકોને શરણ આપવાથી આ વિવાદનુ કોઈ સમાધાન થવાનુ નથી. દુનિયાના બીજા દેશો અમને બોર્ડર ખોલવાની સલાહ આપવાની જગ્યાએ આ મામલાનો ઉકેલ લાવવા પર વિચાર કરે. 

અલ-સીસીએ બુધવારે કહ્યું કે ઇજિપ્ત સૈન્ય બળ દ્વારા પેલેસ્ટિનિયન મુદ્દાને ઉકેલવાના કોઈપણ પ્રયાસને નકારે છે. ન તો અમે સૈન્ય કાર્યવાહીમાં માનીએ છીએ અને ન તો પેલેસ્ટિનિયનોના વિસ્થાપનમાં. અમે આ વિસ્તારમાં કોઈ મોટા પાયે વિસ્થાપન ઈચ્છતા નથી. ગઝાનનું ઇજિપ્તમાં વિસ્થાપન ઉકેલને બદલે પશ્ચિમ કાંઠા-જોર્ડન જેવી સમસ્યા ઊભી કરશે. વિસ્થાપન પછી, પેલેસ્ટાઈનનો જે વિચાર આજે આપણે અને વિશ્વ ચર્ચા કરી રહ્યા છીએ તે શક્ય બનશે નહીં. આવી સ્થિતિમાં, અમે ગાઝાના લોકોના ઇજિપ્ત તરફ વિસ્થાપનના પક્ષમાં નથી.

ઇજિપ્ત લોજિસ્ટિક્સ માટે સરહદ ખોલવા માટે તૈયાર છે

ઇજિપ્તની સરકાર ગાઝાના લોકોને આશ્રય આપવા માટે તૈયાર નથી પરંતુ પુરવઠો પહોંચાડવા માટે સરહદ ખોલવા તૈયાર છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ-સીસીએ ગાઝામાં માનવતાવાદી સહાય મોકલવા માટે 20 ટ્રકોને રફાહ સરહદ પાર કરવાની મંજૂરી આપી છે. જેથી મુશ્કેલીનો સામનો કરી રહેલા ગાઝાના લોકોને થોડી મદદ મળી શકે.


વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ